January 23, 2025

હેટમાયરની હિટિંગે હિસ્ટ્રી બનાવી, એક મેચમાં 42 સિક્સરથી શિખર જેવડી સિદ્ધિ

Shimron Hetmyer: કેરેબિયન પ્રીમિયર લીગમાં એટલી બધી સિક્સર ફટકારવામાં આવી કે એક નવો ઈતિહાસ બની ગયો છે. આ મેચ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન શિમરોન હેટમાયરે એકલાએ 11 છગ્ગા ફટકાર્યા હતા.  એક પણ ચોગ્ગો ફટકાર્યા વિના એક ઈનિંગમાં 10 થી વધુ છગ્ગા ફટકારવાનો નવો રેકોર્ડ બનાવી લીધો હતો.

તોફાની ઇનિંગ્સ
કેરેબિયન પ્રીમિયર લીગ એટલે કે CPL 2024 ની 7મી મેચમાં શિમરોન હેટમાયરની તોફાની ઇનિંગ્સને કારણે, ગયાના એમેઝોન વોરિયર્સે સેન્ટ કિટ્સ અને નેવિસ પેટ્રિયોટ્સને 40 રનથી હરાવ્યું હતું. હેટમાયરે આ મેચમાં ન માત્ર 91 રનની તોફાની ઈનિંગ રમી હતી. T20 ક્રિકેટમાં નવો ઈતિહાસ રચ્યો હતો. હેટમાયરે 233.33ના સ્ટ્રાઇક રેટથી 91 રનની ઇનિંગ રમી જેમાં તેણે 11 સિક્સર ફટકારીને રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ એક પણ 4 ફટકારી ન હતી. આ રીતે તે T20 ઈતિહાસમાં ફોર વગર 10 કે તેથી વધુ સિક્સર મારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ પહેલા કોઈ અન્ય બેટ્સમેન આ રેકોર્ડ બનાવી શક્યો નથી.

આ પણ વાંચો: ધર્મવીરે પેરિસની ધરતી પર કર્યો ધડાકો, મેન્સ ક્લબ થ્રોમાં મળ્યો ગોલ્ડ મેડલ

T20 મેચમાં ફોર વગર સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન
8 – દીપેન્દ્ર સિંહ એરી (નેપાળ વિ. મંગોલિયા): 10 બોલમાં 52*, હાંગઝોઉ 2023
8 – હેનરિક ક્લાસેન (SRH vs KKR): 29 બોલમાં 63 રન, કોલકાતા 2024
8 – વિલ જેક્સ (સરે વિ કેન્ટ): 27 બોલમાં 64 રન, કેન્ટરબરી 2019
8 – સૈયદ અઝીઝ (મલેશિયા વિરુદ્ધ સિંગાપોર): 20 બોલમાં 55 રન, બાંગી 2022
11 – શિમરોન હેટમાયર (GAW vs SKN): 39 બોલમાં 91, બેસેટેરે 2024
9 – રિકી વેસેલ્સ (નોટ્સ વિ વર્ક્સ): 18 બોલમાં 55, વર્સેસ્ટર 2018