January 23, 2025

Lakshya Sen: લક્ષ્ય સેન સેમિફાઈનલમાં હારી ગયો, હવે બ્રોન્ઝ મેડલ માટે મેચ રમશે

Lakshya Sen: આજે બેડમિન્ટન મેન્સ સિંગલ્સમાં ભારતના સ્ટાર લક્ષ્ય સેનનો સામનો વિશ્વના બીજા નંબરના ડેનમાર્કના વિક્ટર એક્સેલસન સાથે શરૂ થયો હતો. જેમાં લક્ષ્ય સેન સેમીફાઈનલમાં હાર મળી છે. હવે તે બ્રોન્ઝ મેડલ માટે મલેશિયાના લી જી જિયા સામે ટકરાશે. આ મેચ 05 ઓગસ્ટના રોજ યોજાશે.

અત્યાર સુધી શાનદાર પ્રદર્શન
આ મેચ જીતનાર ખેલાડી ફાઇનલમાં પહોંચશે અને મેડલ નિશ્ચિત કરશે. લક્ષ્ય માટે પેરિસ ઓલિમ્પિક અત્યાર સુધી શાનદાર રહ્યું છે. આજના દિવસે તેની પાસે ઘણી આશાઓ છે. તમામ ભારતીયની નજર આ લક્ષ્ય પર છે. લક્ષ્ય સેન અને એક્સેલસેન વચ્ચે સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. વર્લ્ડ નંબર બે એક્સેલસેન ટોક્યો ઓલિમ્પિક્સનો ગોલ્ડ મેડલિસ્ટ છે. લક્ષ્ય માટે પડકાર આસાન બનવાનો નથી. જો તે જીતશે તો ઇતિહાસ રચશે.

આ પણ વાંચો: Paris Olympics 2024 Day 8: આજે ભારત પ્રથમ ગોલ્ડ જીતી શકે છે, જાણો સંપૂર્ણ શેડ્યૂલ

લક્ષ્ય સેન VS વિક્ટર એક્સેલસેન હેડ ટુ હેડ

  • 2024 સિંગાપોર ઓપન (સેમિ-ફાઇનલ): એક્સેલસેન લક્ષ્યને 21-13, 16-21, 21-13થી હરાવ્યો
  • 2022 થોમસ કપ ફાઇનલ (સેમી-ફાઇનલ): એક્સેલસેને લક્ષ્યને 21-13, 21-13થી હરાવ્યું
  • 2022 ઓલ ઈંગ્લેન્ડ ઓપન (ફાઈનલ): એક્સેલસેને લક્ષ્યને 21-10, 21-15થી હરાવ્યું
  • 2022 જર્મન કપ (સેમી-ફાઇનલ): લક્ષ્યે એક્સેલસેનને 21-13, 12-21, 22-20થી હરાવ્યો
  • 2021 BWF વર્લ્ડ ટૂર ફાઇનલ્સ (સેમિ-ફાઇનલ): એક્સેલસેને લક્ષ્યને 21-13, 21-11થી હરાવ્યું
  • 2021 BWF વર્લ્ડ ટૂર ફાઇનલ્સ (ગ્રુપ સ્ટેજ): એક્સેલસેને લક્ષ્યને 21-15, 21-14થી હરાવ્યું
  • 2021 ડેનમાર્ક ઓપન (રાઉન્ડ ઓફ 16): એક્સેલસેને લક્ષ્યને 21-15, 21-7થી હરાવ્યું
  • 2020 ઓલ ઈંગ્લેન્ડ ઓપન (રાઉન્ડ ઓફ 16): એક્સેલસેને લક્ષ્યને 21-17, 21-18થી હરાવ્યું