January 13, 2025

જમીન મામલે સતાધારના મહંત સામે આક્ષેપ, કરોડોના વહીવટ થયાનો દાવો

Satadhar: સતાધારની જગ્યાના મહંત સામે તેના સગા મોટાભાઈએ ગંભીર આક્ષેપો કર્યા છે. વિજયબાપુના ભાઈએ આ ગંભીર આક્ષેપ કર્યો છે. નીતિનભાઈ ચાવડાએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખી સતાધારની જગ્યાનો વહીવટ સરકાર હસ્તક લેવા માંગ કરી છે.

આ પણ વાંચો: વડોદરામાં ઈ-ચલણ વસૂલવા ટ્રાફિક પોલીસે આધુનિક ટેક્નોલોજીના પ્રયોગ કર્યો શરુ

વહીવટ સરકાર હસ્તક લેવા કરી માંગ
સતાધારની જગ્યાના મહંત વિજયબાપુ ચર્ચામાં આવ્યા છે. જોકે આ એવું ઘામ છે કે ત્યાં કોઈ દિવસ વિવાદ ના હોય. પરંતુ હવે ત્યાંના મહંતના ભાઈએ જ તેમની પર આક્ષેપ કર્યા છે. સંતનો આધાર ગણાતી વર્ષો જૂની આ જગ્યામાં કરોડોના વહીવટમાં ગોલમાલનો આક્ષેપ વિજયબાપુના ભાઈએ કર્યો છે. મહંતનાભાઈએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં વિજયબાપુ પર ગંભીર આક્ષેપ કર્યા છે