SA vs IND LIVE Streaming: ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની ફાઇનલ મેચ મફતમાં કેવી રીતે જોવી?
SA vs IND T20 WC LIVE Streaming: ભારત અને ને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ફાઇનલ મેચ આજે બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર રમાવાની છે. ખાસ વાત એ છે કે બંને ટીમની સફર અત્યાર સુધી સારી રહી છે. કારણ કે આ વખતની સિઝનમાં રોહિત શર્મા અને એડન માર્કરામની કપ્તાનીવાળી ટીમ એકપણ મેચ હારી નથી. T20 વર્લ્ડ કપ 2024 હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે.
ટાઈટલ માટે ટકરાશે
ભારતીય ટીમ અને દક્ષિણ આફ્રિકાની ટીમ આજે આમને સામને આવશે. અત્યાર સુધીમાં બંને ટીમ એક પણ મેચ પણ હારી નથી. જેના કારણે આજના દિવસે એક પણ હાર્યા વગર ફાઈનલ મેચમાં હારનો સામનો કરવાનો વારો આવશે. ટીમ ઈન્ડિયાએ વર્ષ 2007માં પહેલીવાર T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારે આવો જાણીએ કે આ મેચનું ટેલિકાસ્ટ અને લાઈવ સ્ટ્રીમિંગ કેવી રીતે જોઈ શકાશે.
ફાઈનલનું લાઈવ ટેલિકાસ્ટ
T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ 29 જૂને આજના દિવસે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. સાંજે 8 વાગ્યે મેચ શરૂ થશે. ટોસ 7:30 વાગ્યે કરવામાં આવશે. T20 વર્લ્ડ કપ 2024ના પ્રસારણ અધિકારો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક જોડે છે. સ્ટાર સ્પોર્ટ્સની વિવિધ ચેનલો પર ફાઈનલનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકાશે. લાઈવ સ્ટ્રીમિંગ Disney+Hotstar પર તમે જોઈ શકશો.
આ પણ વાંચો: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટેસ્ટમાં એક દાવમાં 600 રન બનાવનારી પ્રથમ ટીમ
અંતિમ પિચ રિપોર્ટ
બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં બોલિંગ અને બેટિંગમાં સમાન સ્પર્ધા જોવા મળે છે. આ મેદાન પર ઝડપી બોલરોને બાઉન્સ સાથે બોલને સ્વિંગ કરવાનો મોકો પણ મળે છે. આ મેચ દરમિયાન ટોસની ખાસ ભૂમિકા જોવા મળે છે. આ મેદાનમાં કુલ 32 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. જેમાં પહેલા બેટિંગ કરનાર ટીમે 19માં અને લક્ષ્યનો પીછો કરનાર ટીમનો 11માં વિજય મળ્યો છે. અહીં સૌથી વધુ રન ચેઝ 172 રન છે. જેના કારણે બંને ટીમોની નજર મોટો સ્કોર બનાવવા પર રહેશે.