January 23, 2025

પંતની ઈજાને લઈને રોહિત શર્માનું મોટું નિવેદન, જાણો શું કહ્યુ…

Rishabh Pant Injury: બેંગલુરુ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની મુશ્કેલીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પહેલા દિવસે વરસાદના કારણે મેચને કેન્સલ કરવામાં આવી હતી. તો બીજા દિવસે ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરવા આવી અને 46 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો આ શરમજનક રેકોર્ડ છે. જ્યારે આ મેચ ચાલી રહી હતી તે સમયે ટીમ ઈન્ડિયાને બીજો ફટકો લાગ્યો હતો. પંત ઈજાગ્રસ્ત થયો હતો. તેને ઘૂંટણમાં ઈજા થઈ હતી. ચિંતાની વાત તો એ છે કે પંતને અકસ્માત સમયે જે જગ્યાએ વાગ્યું હતું તે જગ્યાએ જ ઈજા થઈ છે. પંતની જગ્યાએ પછી ધ્રુવ જુરેલ વિકેટકીપિંગ માટે મેદાનમાં બોલાવી લેવામાં આવ્યો હતો.

પંતની ઈજાને લઈને રોહિતે આપી હતી
પંતની ઈજાને લઈને રોહિતે અપડેટ આપ્યું છે. જેમાં રોહિતે કહ્યું કે બોલ પંતના એ જ ઘૂંટણ પર વાગ્યો જેની રોડ એક્સિડન્ટ બાદ સર્જરી કરવામાં આવી હતી. આ જ કારણ હતું કે બોલ વાગ્યા બાદ પંત પીડાથી ધ્રૂજી રહ્યો હતો. એ પછી તેની જગ્યા પર ધ્રુવ જુરેલને મેદાનમાં બોલાવવામાં આવ્યો હતો. રોહિતે કહ્યું કે તે આજે રાત્રે ઠીક થઈ જશે અને અમે તેને આવતીકાલે ફરી મેદાન પર જોઈશું.

આ પણ વાંચો: લોરેન્સ બિશ્નોઈના નામે સલમાનને મળી ધમકી – 5 કરોડ ચૂકવવા પડશે

પંતે મેદાનને છોડ્યું
ફિઝિયોએ સલાહ આપયા પછી પંતે તેના પગનું પેડ કાઢી નાંખ્યું હતું. તેની ઈજા વધી શકે એમ હતી જેના કારણે પંતની જગ્યાએ ધ્રુવ જુરેલને અંદર આવવા માટે કહેવામાં આવ્યું હતું. આ બાજૂ ધ્રુવ જુરેલને અંદર આવી રહ્યો હતો અને બીજી બાજૂ પંત મેદાનને છોડી રહ્યો હતો. મોટી વાત તો એ છે કે પંતને જે જગ્યાએ બોલ વાગવાથી ઈજા થઈ હતી. તે જ જગ્યા પર તે અકસ્માત દરમિયાન ઘાયલ થયો હતો.