ટી-20 વર્લ્ડ કપની જીત બાદ વિરાટ-અર્શદીપનો ભાંગડા કરતો વીડિયો વાયરલ
T20 World Cup 2024 Final Winner: ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાની સામે 7 રને જીતી મેળવી હતી. આ સમયના વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યા છે. જેમાં રોહિત ટીમ ઈન્ડિયાએ કોઈ ભૂલ કરી નથી. ખાસ રોહિત શર્મા T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતનાર ભારતનો બીજો કેપ્ટન બની ગયો છે.
डांस,जश्न और जीताकर जाने वाला ❣️#ViratKohli𓃵
pic.twitter.com/WVNiDehUIa— Abhinav Pandey (@Abhinav_Pan) June 29, 2024
ટ્રોફી લેવા પહોંચ્યો હતો
ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા T20 વર્લ્ડ કપની ટ્રોફી લેવા જઈ રહ્યો હતો તે ક્ષણ ખુબ અદભૂત હતી. તે ટ્રોફી લેવા માટે ડાન્સ કરતો આવ્યો હતો. BCCI સેક્રેટરી જય શાહ દ્વારા તેમને ટ્રોફી આપવામાં આવી હતી. આ સાથે સૂર્યકુમાર યાદવ પણ બેબી સ્ટેપ્સ કરતો જોવા મળ્યો હતો. ટ્રોફી જીત દરેકના ચહેરા પર જોવા મળી રહી હતી. વિરાટ-અર્શદીપે ભાંગડા કર્યા હતા. વિરાટ કોહલી અને અર્શદીપ સિંહે મેદાન પર ટુનક ટુનક ગીત પર ભાંગડા કરતા જોવા મળ્યા હતા. અક્ષર પટેલ અને રિંકુ સિંહ અને મોહમ્મદ સિરાજ પણ આ ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. તમામ ખેલાડી મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: Team Indiaએ રોહિતની કેપ્ટનશીપમાં બનાવ્યો અદ્ભુત રેકોર્ડ
અડધી સદી ફટકારી
વિરાટ કોહલી આખી ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. જેના કારણે તેને બેટિંગની ટીકા થઈ રહી છે. ટીમ ઈન્ડિયાની જીત સાથે જ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પણ વર્લ્ડ કપ જીત્યા બાદ નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. દક્ષિણ આફ્રિકા સામે ભારતીય ટીમે રોહિત શર્મા અને ઋષભ પંતની વિકેટ વહેલી ગુમાવી દીધી હતી. ત્યારબાદ વિરાટે બેટિંગ કરીને સારું પ્રદર્શન કર્યું હતું.