December 22, 2024

IPL 2024: રોહિત શર્મા 3 સિક્સર મારીને ઇતિહાસ રચશે

IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આજે મુકાબલો હતો. જેમાં આજની મેચમાં સૌથી વધારે નજર રોહિત પર રહેવાની છે. કારણ કે આ મેચમાં તે માત્ર 3 સિક્સર ફટકારવામાં સફળ થાય છે તો તે T20 ક્રિકેટમાં પોતાની 500 સિક્સર પૂરી કરી લેશે.

પ્રદર્શન કર્યું શરૂ
ઇન્ડિયન પ્રીમિયર લીગ ની 17મી સીઝનમાં રોહિત શર્માનું બેટથી કોઈ જાદુ જોવા મળ્યું નથી. જેવી તેના ચાહકોમાં અપેક્ષા છે. હવે આજની મેચમાં લોકોને આશા છે કે રોહિત એવું પ્રદર્શન કરે કે જેના કારણે મુંબઈની ટીમે ફાયદો થાય. રોહિત શર્માને હિટમેન તરીકે તેમના ચાહકો પંસદ કરે છે. તેણે અત્યાર સુધીમાં 5 મેચમાં 10 સિક્સર ફટકારી છે. મુંબઈમાં આજની મેચનું આયોજન થવાનું છે. જેમાં મુંબઈની ટીમ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ આમને સામને આવશે.

આ પણ વાંચો: IPL 2024: આજે PBKS અને RR વચ્ચે ‘મહામુકાબલો’

રેકોર્ડથી માત્ર 3 પગલાં દૂર
રોહિત શર્મા એવો રેકોર્ડ બનાવ્યો છે કે જે અત્યાર સુધી કોઈએ બનાવ્યો નથી. T20 ફોર્મેટમાં ભારત માટે અત્યાર સુધી સૌથી વધુ સિક્સર ફટકારી છે. રોહિતે અત્યાર સુધીમાં 497 સિક્સર ફટકારી છે. જો તે CSK સામેની મેચમાં 3 છગ્ગા ફટકારવામાં સફળ થાય છે, તો તે T20 ક્રિકેટમાં 500 છગ્ગા મારનાર ભારતનો પ્રથમ ખેલાડી બની જશે. ક્રિસ ગેલે 1056 સિક્સર, કિરોન પોલાર્ડે 860 સિક્સર, કોલિન મુનરોએ 548 સિક્સર, આન્દ્રે રસેલે 678 સિક્સર ફટકારી છે. રોહિતે આ વખતની IPL 2024માં 5 ઇનિંગ્સમાં 156 રન બનાવ્યા છે. અત્યાર સુધીની IPLમાં સૌથી વધુ રન સુરેશ રૈનાના નામે છે. તેણે 30 મેચમાં 710 રન બનાવ્યા છે. રોહિત શર્માની વાત કરવામાં આવે તો 27 મેચમાં 700 રન બનાવ્યા છે. જોત આજે 11 રન બનાવશે આજે તો રૈનાને પાછળ છોડીને પ્રથમ સ્થાને પહોંચી જશે.