January 23, 2025

બાર્બાડોસની ભૂમિને નતમસ્તક થયો Rohit Sharma, વીડિયો વાયરલ

T20 World Cup 2024: ભારતીય ટીમ ઘણા વર્ષોની રાહ જોઈ બાદ આખરે ICC ટ્રોફી જીતવામાં સફળ રહી છે. રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. આ મેચ બાદ રોહિત શર્મા પણ ઘણો ભાવુક જોવા મળ્યો હતો. જેનો વીડિયો વાયરલ થયો છે. જે વીડિયો જોઈ તમે પણ ભાવુક થઈ જશો.

ભારતીયના હૃદયમાં વિશેષ સ્થાન
બાર્બાડોસમાં 29મી જૂન 2024નો આ દિવસ ભારતીય ટીમને કયારે પણ નહીં ભૂલાય. આ મેચમાં જીત મળતાની સાથે રોહિત અને વિરાટે T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. આ સમયે તે ખુબ ભાવુક જોવા મળ્યો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે રોહિતની આંખમાં જીતના આંસુ જોવા મળી રહ્યા હતા. આ વીડિયોમાં એ પણ જોવા મળ્યું કે બાર્બાડોસની પીચ પર રોહિત શર્મા ઝૂક્યો હતો. આ ઘડી કયારે પણ નહીં ભૂલાય. તેણે બાર્બાડોસ સ્ટેડિયમની પિચની માટીને મોં વડે સ્પર્શ કર્યો અને તેને પ્રણામ કર્યા હતા. આ મેચમાં ભલે તે કંઈ કરી ના શક્યો પરંતુ એ વાત ચોક્કસ છે કે તેણે કેપ્ટન તરીકેની જવાબદારી બખુબી નિભાવી હતી.

આ પણ વાંચો: Team Indiaએ રોહિતની કેપ્ટનશીપમાં બનાવ્યો અદ્ભુત રેકોર્ડ

સચિનની યાદ આવી
રોહિત શર્માનો આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને ક્રિકેટ ચાહકોને સિચનની યાદી આવી ગઈ હતી. લોકોને સચિન તેંડુલકરની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની યાદ આવી ગઈ હતી. કારણ કે સચિન પણ વેસ્ટ ઈન્ડિઝ સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં તેની કારકિર્દીની છેલ્લી મેચ રમી હતી અને આ મેચ પૂરી થયા બાદ તે પીચ પર ગયો હતો. તમને જણાવી દઈએ રોહિતની સાથે વિરાટ પણ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.