January 23, 2025

Rohit Sharma T20 વર્લ્ડ કપની ટ્રોફી હાથમાં લઈને એરપોર્ટની બહાર આવ્યો, વીડિયો વાયરલ

Team India: T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ આજે સવારે સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા દિલ્હી એરપોર્ટ પહોંચી હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ એરપોર્ટની બહાર નીકળતી વખતે પોતાના હાથમાં ટ્રોફી જોવા મળી રહી હતી. તે તેના ચાહકોને બતાવી રહ્યો હતો.

ટીમ ભારતનું આગમન
T20 વર્લ્ડ કપ 2024 ટ્રોફી જીત્યા પછી ભારતીય ક્રિકેટ ચાહકો વિશ્વ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાની વતન ફરવાની રાહ જોઈ રહ્યા હતા. આખરે આ આતુરતાનો અંત આવ્યો છે. આજે ટીમ ઈન્ડિયા ભારત પરત ફરી છે. તારીખ 29 જૂને T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને 7 રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. ત્યાર બાદ બાર્બાડોસનું વાતાવરણ ખરાબ હોવાના કારણે ટીમ ઈન્ડિયા ત્યાં જ હતી. ફાઈનલી આજે સવારે ટીમ ઈન્ડિયા સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા સીધી દિલ્હી પહોંચી ગઈ છે.

આ પણ વાંચો: T20 World Cup Final: વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ દિલ્હી પહોંચી

રોહિતે ચાહકોને T20 વર્લ્ડ કપની ટ્રોફી બતાવી
17 વર્ષની લાંબી રાહ બાદ બીજી વખત આ ટ્રોફી ટીમ ઈન્ડિયાએ જીતી છે.આખરે ટીમ ઈન્ડિયાએ 17 વર્ષની લાંબી રાહ બાદ બીજી વખત આ ટ્રોફી જીતતાની સાથે ખેલાડીઓના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. એરપોર્ટ પહોંચ્યા બાદ તમામ ભારતીય ખેલાડીઓના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. રોહિત શર્માએ ત્યાં હાજર પ્રશંસકોને ટ્રોફી હાથમાં ઉઠાવીને બધાને બતાવી રહ્યા હતા. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.