September 20, 2024

Rohit Sharma મારશે 3 સિક્સ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ કેપ્ટન પાછળ રહી જશે!

IND vs SL Rohit Sharma: ક્રિકેટની દુનિયામાં રોહિત શર્મા જોરદાર શોટ રમવા માટે જાણીતો છે. તે જ્યારે આક્રમક રીતે રમવાની શરૂઆત કરે છે ત્યારે તેને રોકવો મુશ્કેલ છે. તેણે T20 વર્લ્ડ કપ 2024માં પણ ઘણી શાનદાર ઇનિંગ્સ રમી હતી. ભારતીય ટીમ શ્રીલંકા સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમવાની છે. આ સીરીઝમાં કેપ્ટન રોહિત શર્મા મોટો રેકોર્ડ બનાવી શકે છે.

નંબર વન પર પહોંચવાની તક
હાલમાં ઇયોન મોર્ગન હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર કેપ્ટન છે. તેણે 233 સિક્સર ફટકારી છે. બીજા સ્થાનની વાત કરવામાં આવે તો ભારતીય કેપ્ટન રોહિત શર્મા આવે છે. જો રોહિત શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં વધુ 3 છગ્ગા ફટકારે તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારનાર કેપ્ટન બની જશે. 3 છગ્ગા ફટકારની સાથે જ તે દુનિયાના તમામ કેપ્ટનોને પાછળ છોડીને નંબર વન પર પહોંચી જશે.

સૌથી વધુ સિક્સર મારનાર કેપ્ટન
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર કેપ્ટનની વાત કરવામાં આવે તો તેમાં પ્રથમ ઇયોન મોર્ગન- 233 છગ્ગા, રોહિત શર્મા- 231 સિક્સર, મહેન્દ્ર સિંહ ધોની- 211 સિક્સર, રિકી પોન્ટિંગ- 171 સિક્સર , બ્રેન્ડન મેક્કુલમ- 170 સિક્સર આ ખેલાડીઓએ મારી છે. રોહિત શર્માએ અત્યાર સુધીમાં 123 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતની કેપ્ટનશિપ કરી છે. જેમાં તેણે 231 સિક્સર ફટકારી છે. કેપ્ટન તરીકે રોહિતે ટેસ્ટમાં 21 છગ્ગા, વનડે અને T20 ઈન્ટરનેશનલમાં 105-105 છગ્ગા ફટકાર્યા છે.

આ પણ વાંચો: શૂટિંગમાં ભારત માટે વધુ એક મેડલ, સ્વપ્નિલે જીત્યો બ્રોન્ઝ મેડલ

ઓપનર બનીને રોહિતની કારકિર્દી બદલાઈ ગઈ
રોહિત શર્માએ 2007માં ભારત તરફથી વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. કારકિર્દીના શરૂઆતના કેટલાક વર્ષોમાં તે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ના હતો. જેના કારણે તેને વનડે વર્લ્ડ કપ 2011માં પણ જગ્યા મળી ન હતી. ત્યારબાદ તત્કાલિન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ તેને ઓપનિંગની જવાબદારી સોંપી હતી. ત્યારબાદ રોહિતની કારકિર્દીની નવી શરૂઆત થઈ હતી. છેલ્લા એક દાયકામાં તે ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો હીરો સાબિત થયો હતો. તેણે ભારત માટે 262 ODI મેચોમાં 10709 રન બનાવ્યા છે.