January 23, 2025

રિષભ પંતે પોતાની હરકતોથી ફરી જીત્યું ફેન્સનું દિલ, વીડિયો વાયરલ

Rishabh Pant: રિષભ પંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. રિષભ પંત રોજ ચર્ચામાં હોય છે. હાલમાં રિષભ પંત દુલીપ ટ્રોફીમાં રમી રહ્યો છે. ટીમ ઈન્ડિયા B તરફથી રમતી વખતે તેણે ઈન્ડિયા A સામેની બીજી ઈનિંગ દરમિયાન પણ જોરદાર બેટિંગ કરતો જોવા મળ્યો હતો. પંત ફરી એકવાર લાઈમલાઈટમાં આવ્યો છે. પંતનો એક વીડિયો સામે આવ્યો છે જે જોઈને તમે પણ હસી પડ્શો.

પંતનો વીડિયો થયો વાયરલ
દુલીપ ટ્રોફીમાં ભારત A અને ભારત B મેચના ચોથા દિવસે મેચ શરૂ થવાની હતી તે પહેલા ભારત A ના કેપ્ટન શુભમન ગિલ ટીમ તેના ખેલાડીઓ સાથે વાત કરી રહ્યા હતા. તે સમયે રિષભ પંત પણ જોડાયો હતો. હવે તમને જણાવી દઈએ કે રિષભ પંત ઈન્ડિયા B ટીમનો ભાગ છે. તેની ટીમ વિશે ગિલ બધુ કહી રહ્યો હતો અને પંત બધું સાંભળી રહ્યો હતો. BCCI ડોમેસ્ટિકે તેનો વીડિયો તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. ક્રિકેટ ચાહકો આ વીડિયોને ખૂબ શેર કરી રહ્યા છે. પંતે વિરોધી ટીમના કોઈપણ ખેલાડીએ આ ચર્ચામાં ભાગ લેવાની ના પણ પાડી ન હતી. આ જોઈને કહી શકાય કે પંતના સંબંધો અન્ય ખેલાડીઓ સાથે કેવા છે.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીએ તો વિરાટ-સૂર્યાને પણ છોડી દીધા, ફટકારી તોફાની સદી!

પંતે શાનદાર ઇનિંગ રમી
બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં પંત ટીમમાં વાપસી ચોક્કસ કરશે. આ મેચની પ્રથમ ઇનિંગમાં પંત ચોક્કસપણે નિરાશ જોવા મળ્યો હતો. પરંતુ બીજી ઇનિંગમાં જોરદાર બેટિંગથી તમામ ચાહકોને ચોંકાવી દીધા હતા.