May 2, 2024

ઋષભ પંત ડીઆરએસને લઈને અમ્પાયર સાથે દલીલ કરવા લાગ્યો

IPL 2024: ગઈ કાલની મેચ દરમિયાન દિલ્હી કેપિટલ્સ ટીમના કેપ્ટન ઋષભ પંત ચર્ચામાં આવ્યા છે. જેમાં DRS લેવાના નિર્ણયને લઈને મેદાન પરના અમ્પાયર સાથે દલીલમાં પડ્યા હતા. આ દરમિયાન પંત અમ્પાયરને ડીઆરએસ ન લેવા અંગે સમજાવી રહ્યો હતો.

મેદાન પર દલીલ
IPL 2024માં દિલ્હી કેપિટલ્સે પ્રથમ 5 મેચોમાંથી માત્ર એક જ જીત મેળવી હતી. પરંતુ ગઈ કાલની મેચ જીતીને તેણે 2જી જીત પ્રાપ્ત કરી લીધી છે. દિલ્હીની આ જીતમાં કોઈની મહત્વની ભૂમિકા હોય તો તે છે ઋષભ પંતની. 15 મહિના પછી તેઓ મેદાનમાં પરત ફર્યા છે જેના કારણે તેમના તમામ ચાહક વર્ગની નજર તેમના પર હતી. ગઈ કાલની મેચમાં તેમણે જૂની સ્ટાઈલમાં બેટિંગ કરી હતી. પંરતુ આ મેચમાં લખનૌ ટીમની ઇનિંગ્સ દરમિયાન DRSના નિર્ણયને લઈને પંત મેદાન પરના અમ્પાયર સાથે લાંબા સમય સુધી દલીલ કરતો જોવા મળ્યો હતો.

સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ કર્યું
લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બોલિંગ કરવા દિલ્હી કેપિટલ્સની ટીમ આવી હતી. જેમાં બોલિંગની જવાબદારી ઈશાંત શર્માને આપી હતી. ઈશાંતે આ ઓવરનો ચોથો બોલ લેગ સ્ટમ્પની લાઈનમાં નાખ્યો હચોય જેના નિર્ણયને પડકારવા માટે ખેલાડીઓ સાથે વાત કરીને DRS માટે પૂછતા હોય તેવો ઈશારો કર્યો હતો. આ ઈશારા બાદ અમ્પાયરના નિર્ણય બાદ મ્પાયરે નિર્ણય થર્ડ અમ્પાયરને મોકલી આપ્યો હતો. પંતે સમીક્ષા માટે માત્ર 15 સેકન્ડની અંદર અમ્પાયરને DRS હાવભાવ બતાવ્યો હતો અને બાદમાં પંતે આ નિર્ણય સ્વીકારવો પડ્યો હતો.

પંત પહેલા પણ દલીલ કરી
આ મેચ પહેલા પણ ઋષભ પંત IPL મેચ દરમિયાન ઘણી વખત અમ્પાયરો સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. 2022ની IPL સિઝનમાં, જ્યારે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં અમ્પાયરે નો-બોલ આપ્યો ન હતો. આ સમયે બેટિંગ કરી રહેલા તેના ખેલાડીઓને ડ્રેસિંગ રૂમમાં પાછા બોલાવવાનો સંકેત આપ્યો હતો. જોકે ગઈ કાલની મેચમાં થયેલ આ ઈશારાના વીડિયો વાયરલ થઈ રહ્યો છે.