May 3, 2024

કોહલીએ કહ્યું શ્વાસ તો લેવા દો…રમૂજી વીડિયો વાયરલ

IPL 2024: ગઈ કાલે RCB vs PBKS વચ્ચે મુકાબલો થયો હતો. આ સમયનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે વિરાટ કોહલી અને પંજાબ કિંગ્સ સ્પિનર ​​વચ્ચે મેદાન પર રમુજી ઝઘડો કરી રહ્યા હતા. જાણો વિરાટે શું કહ્યું બોલરને.

વાતચીતનો વીડિયો વાયરલ
વિરાટ કોહલી અને હરપ્રીત બ્રાર વચ્ચેની વાતચીતનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં વિરાટ કોહલીએ પંજાબ કિંગ્સ સામે શાનદાર ઇનિંગ રમી હતી. જેના કારણે IPL 2024ની છઠ્ઠી મેચમાં RCBનો ભવ્ય વિજય થયો હતો. હરપ્રીત બ્રાર તેની ઓવર શરૂ કરવાની ઉતાવળમાં હતો. આ સમયે આરસીબીને જીતવા માટે 8 ઓવરમાં 74 રનની જરૂર હતી. આ સમયે વિરાટે હરપ્રીત બ્રારને રોકયો હતો અને કહ્યું શ્વાસ તો લેવા દો…તમને જણાવી દઈએ કે વિરાટનો આ અવાજ સ્ટમ્પ માઈક પર કેદ થઈ ગયો છે.

આ પણ વાંચો: RCB vs KBPS: વિરાટ કોહલીએ બનાવ્યો આ ‘વિરાટ’ રેકોર્ડ

વિરાટ કોહલીએ બનાવ્યો રેકોર્ડ
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે પ્રથમ વિકેટ ગુમાવી હતી. જોકે બેરસ્ટો મોહમ્મદ સિરાજના બોલ પર વિરાટ કોહલીના હાથે કેચ આઉટ થઈ ગયો હતો. ટી20 ક્રિકેટમાં વિરાટ કોહલીએ આ 173મો કેચ કર્યો હતો. જેના કારણે તે T20 ક્રિકેટમાં સૌથી વધુ કેચ ઝડપનાર ભારતીય ખેલાડી બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ સુરેશ રૈનાના નામે હતો. પરંતુ હવે આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે થઈ ગયો છે.

બોલરોએ સારું પ્રદર્શન
ગઈ કાલની છઠ્ઠી મેચમાં, પંજાબ કિંગ્સ RCB સામે 4 વિકેટે હારી ગઈ હતી. પંજાબ કિંગ્સના બોલરોએ સારું પ્રદર્શન કર્યું હતું. આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શિખર ધવનની લડાયક ઈનિંગ્સના આધારે પંજાબ કિંગ્સે 176 રન બનાવ્યા હતા. આ પછી વિરાટ કોહલી અને દિનેશ કાર્તિકની ઇનિંગ્સના કારણે RCBએ આ લક્ષ્યાંક હાંસલ કર્યો. મેચ બાદ પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને હારનું કારણ જણાવ્યું છે.