રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ લઈને રચ્યો નવો ઇતિહાસ
Ravindra Jadeja Record: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટના ચોથા દિવસે આખરે રમત શરૂ થઈ છે. શરૂઆતમાં એવું લાગ્યું કે આજના દિવસે પણ વરસાદ આવશે. પરંતુ એવું થયું નહીં અને મેચ ચાલી રહી છે. રવિન્દ્ર જાડેજાને આજે માત્ર એક જ વિકેટ મળી હતી. એક વિકેટ લેતાની સાથે તે મહાન કેપ્ટનોમાંના એક તરીકે કપિલ દેવ અને રવિચંદ્રન અશ્વિનની યાદીમાં સામેલ થઈ ગયો છે.
રવિન્દ્ર જાડેજાની એક વિકેટ
કાનપુર ટેસ્ટ 27 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી. પરંતુ પહેલા જ દિવસે વરસાદના કારણે મેચને રોકવી પડી હતી. વરસાદ એટલો હતો કે બીજા અને ત્રીજા દિવસે સ્થિતિ એવી હતી કે એક પણ બોલ રમાણો ના હતો. આજની મેચમાં રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ લીધી હતી. આવું કરતાની સાથે તે ખાસ યાદીમાં સામેલ થઈ ગયો છે. આ તેની 300મી ટેસ્ટ વિકેટ હતી. હવે તે ભારતના પસંદગીના ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે જેમણે 300 વિકેટ લીધી છે અને ટેસ્ટ ક્રિકેટમાં ત્રણ હજારથી વધુ રન બનાવ્યા છે.
આ પણ વાંચો: ટેસ્ટ મેચમાં સુરક્ષા હેતુ પહોંચી વાનરસેના, ક્રિકેટ બોર્ડે કર્યો મોટો નિર્ણય
કપિલ દેવ અને અશ્વિન આ કારનામું
આ પહેલા આવું ભારતમાંથી કપિલ દેવ અને રવિચંદ્રન અશ્વિન કર્યું છે. કપિલ દેવએ 131 મેચ રમીને તેણે 434 વિકેટ ઝડપી છે અને બેટથી 12867 રન પણ બનાવ્યા અને વિચંદ્રન અશ્વિને ભારત માટે 101 ટેસ્ટ મેચ રમી છે અને 522 વિકેટ લીધી છે, જ્યારે તેણે અત્યાર સુધી બેટથી 12372 રન બનાવ્યા છે.