December 23, 2024

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી

Ratan Tata: રતન ટાટાના નિધનના કારણે આજે આખો દેશ શોકમાં છે. રતન ટાટાનું ગઈ કાલે મોડી રાતે અવસાન થયું હતું. . દરેક વ્યક્તિ તેના શબ્દો અને તેની સાથે વિતાવેલી પળોને યાદ કરીને ભાવુક થઈ રહ્યા છે. આજના દિવસે રતન ટાટાના પાર્થિવ દેહને મુંબઈમાં રાખવામાં આવ્યો છે. આ સમયે તમામ લોકો તેમને વિદાય આપવામાં માટે ત્યાં પહોંચી રહ્યા છે. આ દરમિયાન ભારતીય ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી રતન ટાટાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા મુંબઈ પહોંચ્યા હતા.

રવિ શાસ્ત્રીએ શ્રદ્ધાંજલિ આપી
ભારતીય ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી રતન ટાટાને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. રતન ટાટાની અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે લાંબી કતારો લાગી હતી. રવિ શાસ્ત્રી રતન ટાટાના પાર્થિવ દેહ સુધી લાઈનમાં ઉભા રહીને પહોંચ્યા હતા. રવિ શાસ્ત્રીએ રતન ટાટાના પાર્થિવ દેહને સ્પર્શ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સમયે રવિ શાસ્ત્રીની આંખ ભીની થઈ ગઈ હતી. ભીની આંખે તેઓ રતન ટાટાના મૃતદેહને જોઈ રહ્યા હતા.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2024 માટે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની જાહેરાત

દુનિયાને અલવિદા કહી દીધું
ભારતના મહાન ઉદ્યોગપતિ રતન ટાટાનું 9 ઓક્ટોબર 2024ના મોડી રાતના અવસાન થઈ ગયું હતું. સ્વાસ્થ્ય સમસ્યાઓ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી પણ તેમની તબિયત બગડતી રહી હતી. આખરે 9 ઓક્ટોબરની રાત્રે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું હતું.