Rajkot TRP Gamezone: ગેમઝોનના 60%ના ભાગીદાર Prakash Hiran પણ હોમાયા આગમાં…
Rajkot TRP Game Zone Tragedy: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે, આ આગકાંડમાં સંચાલક પ્રકાશ હિરણનો પણ ભોગ લેવાયો છે. મળતી માહિતી મુજબ DNAમાં ખુલાસો થયો છે કે, પ્રકાશ હિરણનું મોત આ અગ્નિકાંડ થયું છે. ઉલ્લેખનીય છે કે, અગ્નિકાંડમાં 6 આરોપીઓ સામે FIR નોંધવામાં આવી છે, જેમાં એક નામ TRP ગેમઝોનના સંચાલક પ્રકાશ હિરણનું પણ હતું. પ્રકાશ હિરન ઘટના બાદથી ગાયબ હતો. પ્રકાશ હિરણના ભાઇ જિતેન્દ્ર હિરણે 27મી તારીખે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી આપી અને ત્યારબાદ પોલીસે તેની પરિવારજનના DNA લઇને ગાંધીનગર FSLમાં ટેસ્ટ માટે મોકલી આપ્યા હતા, જ્યાં મોત થયાની પુષ્ટિ થઇ છે.
5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા
25 મે, 2024ના દિવસે સાંજે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં અત્યાર સુધીમાં 27નાં મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. આગને પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી છે. મૃત્યુઆંક હજી વધી શકે છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. મહત્વનું છે કે, ખાલી એક કલાકમાં જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મહત્વનું છે કે, ગેમઝોન પાસે ફાયર NOC જ નહોતી.
રાજકોટ અગ્નિકાંડને લઈ મોટા સમાચાર…
ગેમ ઝોનના 60 ટકાના ભાગીદાર Prakash Hiran પણ હોમાયા આગમાં…#NewsCapitalGujarat #JaneCheGujarat #Gujarat #GujaratNews #News #GujaratUpdates #Rajkot #GameZoneFire #GameZone #Fire #PrakashHiran pic.twitter.com/aypboGwapr— NewsCapital Gujarat (@NewsCapitalGJ) May 28, 2024
TRP ગેમઝોનના માલિક અને ભાગીદાર મળી કુલ 6 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ગેમઝોનના માલિક પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરણ, ભાગીદાર અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિત રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પાંચેય આરોપી અલગ અલગ હિસ્સાના નફાના ભાગીદાર હતા. તેમાંથી હાલ ત્રણ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી ધવલ ઠકકરની રાજસ્થાનના આબુરોડથી અટકાયત કરવામાં આવી છે. આરોપીને આબુરોડથી એલસીબીએ મુખ્ય આરોપી ધવલ ઠક્કરને ઝડપી પાડ્યો છે. આરોપી ધવલ ઠક્કરને એલસીબી રાજકોટ પોલીસને હવાલે કરશે. ધવલ ઠક્કરને રાજકોટ લાવવામાં આવશે અને કોર્ટમાં રજૂ કરવા સહિતની આગળ તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.