December 23, 2024

Rajkot TRP Game Zone: મુખ્ય આરોપી ધવલ ઠક્કરની કરી અટકાયત

Rajkot TRP Game Zone Tragedy: 25 મે, 2024ના દિવસે સાંજે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં અત્યાર સુધીમાં 27નાં મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. આગને પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી છે. મૃત્યુઆંક હજી વધી શકે છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. મહત્વનું છે કે, ખાલી એક કલાકમાં જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મહત્વનું છે કે, ગેમઝોન પાસે ફાયર NOC જ નહોતી.

TRP ગેમઝોનના માલિક અને ભાગીદાર મળી કુલ 6 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ગેમઝોનના માલિક પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરણ, ભાગીદાર અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિત રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પાંચેય આરોપી અલગ અલગ હિસ્સાના નફાના ભાગીદાર હતા. તેમાંથી હાલ ત્રણ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી ધવલ ઠકકરની રાજસ્થાનના આબુરોડથી અટકાયત કરવામાં આવી છે.  આરોપીને આબુરોડથી એલસીબીએ મુખ્ય આરોપી ધવલ ઠક્કરને ઝડપ્યી પાડ્યો છે. આરોપી ધવલ ઠક્કરને એલસીબી રાજકોટ પોલીસને હવાલે કરશે. ધવલ ઠક્કરને રાજકોટ લાવવામાં આવશે અને કોર્ટમાં રજૂ કરવા સહિતની આગળ તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

રાજકોટ અગ્નિકાંડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડને લઈ રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરવામાં આવી છે. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રજેશ ઝાની નિમણૂંક કરવામાં આવી છે. અગાઉ આ દુર્ઘટના બાદ છ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સરકારે નાયબ કાર્યપાલક ઇજનેર એમઆર સુમા, આસિસ્ટન્ટ એન્જિનિયર જયદિપ ચૌધરી, PI વીઆર ચૌધરી, PI એનઆઇ રાઠોડ, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ ડી. જોશી અને અન્ય એક અધિકારીને સસ્પેન્ડ કર્યા છે.

ક્યા ક્યા અધિકારીઓની બદલી?

  • રાજુ ભાર્ગવ, પોલીસ કમિશનર, રાજકોટ
  • આનંદ પટેલ, કમિશનર, રાજકોટ મહાનગરપાલિકા
  • વિધિ ચૌધરી, ACP, રાજકોટ પોલીસ
  • મહેન્દ્ર બગરીયા, રાજકોટના નવા ACP
  • સુધીરકુમાર દેસાઈ, ડેપ્યૂટી કમિશનર, રાજકોટ પોલીસ
  • જગદીશ બંગરવા, ડેપ્યૂટી કમિશનર, રાજકોટ પોલીસ

Rajkot Game Zone Tragedy મામલે 6 આરોપીઓ સામે ફરિયાદ
રાજકોટ અગ્નિકાંડના જવાબદાર ગુનેગારો સામે આખરે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કુલ 6 આરોપીઓની સામે પોલીસ ગુનો નોંધવામાં આવ્યો છે. TRP ગેમઝોનના માલિક અને ભાગીદાર મળી કુલ 5 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ગેમઝોનના માલિક પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરણ, ભાગીદાર અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિત રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પાંચેય આરોપી અલગ અલગ હિસ્સાના નફાના ભાગીદાર હતા.

Rajkot TRP Gamezone અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટની સુઓમોટો, કહ્યું – આ માનવસર્જિત ડિઝાસ્ટર…’
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટે સુનાવણી હાથ ધરી હતી. જેને લઇને ગુજરાત હાઇકોર્ટે હવે સુઓમોટો દાખલ કરી હતી. આ ઘટનાને લઇને હાઇકોર્ટે નોંધ્યું હતું કે આ ‘આ માનવસર્જિત ડિઝાસ્ટર…’છે. તેમજ કોર્ટે એક જ દિવસમાં ખુલાસો કરવા આદેશ આપ્યા છે. મળતી માહિતી અનુસાર રાજકોટ અગ્નિકાંડને લઇને સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે રાજકોટ ગેમઝોન આગ હોનારતનો મુદ્દો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. રાજકોટ ગેમઝોન દુર્ઘટના મુદે સુઓમોટો લેવા હાઈકોર્ટ બાર એસોસિયેસન દ્વારા રજુઆત કરાઈ હતી. જોકે, આ મામલે હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી છે. હાઇકોર્ટે જણાવ્યું હતું કે આ માનવ સર્જિત ડિઝાસ્ટર છે. જોકે, કોર્ટે એક જ દિવસમાં આ અંગે ખુલાસો કરવા આદેશ આપ્યા છે.

નશામાં ધૂત, ગેમઝોનના યમદૂત… 32 લોકોના હત્યારાઓની ઓફિસમાંથી મળી બિયરની બોટલો
ગેમઝોનમાંથી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા છે. 32 લોકોના હત્યારાઓની ઓફિસમાંથી 8 બિયરની ટીન મળી આવી છે. જોકે, મીડિયા અહેવાલ બાદ પોલીસ જથ્થો સીલ કર્યો છે. મળતી માહિતી અનુસાર એક તફર રાજકોટ અગ્નિકાંડને લઇને રાજ્યભરમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે હવે ગેમઝોનના માલિકની ઓફિસમાંથી બિયરના ટીન મળી આવ્યા છે. તો TRP ગેમ ઝોનની ઓફિસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. આ જોતા લાગી રહ્યું છે કે 32 લોકોના હત્યારાઓ અને ગેમઝોનના માલિકો દારૂની પાર્ટીઓ કરી રહ્યા હશે. મીડિયા અહેવાલ બાદ પોલીસે દારૂ અને બિયરનો જથ્થો સિલ કર્યો છે અને પ્રોહિબિશનનો ગુનો પણ નોંધવામાં આવશે. જોકે, હાલ પોલીસ જથ્થો સિલ કરી રવાના થઇ ગઇ છે.

IAS-IPSની મુલાકાતનો ફોટો વાયરલ, બેદરકારી ન દેખાઈ કે આંખ આડા કાન કર્યા?
આ ગેમ ઝોનની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. જેમાં રાજકોટના તત્કાલિન કલેક્ટર અરુણ બાબુ, તત્કાલિન પોલીસ કમિશનર બલરામ મીણા, તત્કાલિન મહાનગરપાલિકા કમિશનર અમિત અરોરા, તત્કાલિન ડીસીપી ઝોન-1 પ્રવિણ મીણા સહિતના અધિકારીઓ દેખાઈ રહ્યા છે. આજથી બે વર્ષ પહેલાં એટલે કે 22મી માર્ચ, 2022ના દિવસે તેમણે આ ગેમઝોનની મુલાકાત લીધી હતી. રાજકોટના તત્કાલિન અધિકારીઓએ જ્યારે આ ગેમઝોનની મુલાકાત લીધી હતી. ત્યારે તેમને આ બેદરકારી દેખાઈ નહોતી એ સવાલ ઉભો થઈ રહ્યો છે. આ IAS-IPS કક્ષાના અધિકારીઓને આ ગંભીર બેદરકારી દેખાઈ નહોતી કે પછી તેમણે આંખ આડા કાન કર્યા હતા, તે સવાલ પણ ઉભો થઈ રહ્યો છે. આવા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.

Rajkot Game Zone Tragedy મામલે પોલીસ કમિશનરની પ્રેસ કોન્ફરન્સ
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યુ હતુ કે, ‘TRP ગેમઝોનમાં સાંજે 5.30 વાગ્યે આગનો બનાવ બન્યો હતો. તેમાં અત્યાર સુધીમાં કુલ 27 મૃતદેહ રિકવર કરવામાં આવી છે. હાલ ગાંધીનગરમાં મૃતદેહોના DNAની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત 6 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.’ તેઓ જણાવે છે કે, ‘આ ઘટના મામલે માલિક યુવરાજસિંહ અને મેનેજર નીતિન જૈનની ધરપકડ કરવામાં આવી છે. ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. જોઈન્ટ પોલીસ કમિશનર વિધિ ચૌધરીના અધ્યક્ષ સ્થાને સ્પેશિયલ ટિમની રચના કરવામાં આવી છે. આ ઘટના મામલે વહેલી તકે ચાર્જશીટ થાય તે માટે પોલીસના પ્રયાસ રહેશે.’ તેઓ વધુમાં જણાવે છે કે, ‘ગેમઝોનમાં ફાયર સેફ્ટીના સાધનો હતા પરંતુ જે કાર્યવાહી કરવાની હોય તે ત્યાં થઈ નથી. આ મામલે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે આગળની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરશે અને આરોપીની ધરપકડ કરશે.’

જબાવદારો સામે ફરિયાદ નોંધાઇ
રાજકોટ અગ્નિકાંડના જવાબદાર ગુનેગારો સામે આખરે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કુલ 6 આરોપીઓની સામે પોલીસ ગુનો નોંધવામાં આવ્યો છે. TRP ગેમઝોનના માલિક અને ભાગીદાર મળી કુલ 5 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ગેમઝોનના માલિક પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરણ, ભાગીદાર અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિત રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પાંચેય આરોપી અલગ અલગ હિસ્સાના નફાના ભાગીદાર હતા. TRP ગેમઝોનની જગ્યા ધવલ કોર્પોરેશન નામથી રજિસ્ટર કરવામાં આવી હતી. IPCની કલમ 304 અને 114 મુજબ ગુનો નોધવામાં આવ્યો છે. આ સમગ્ર કેસની તપાસ એસીપી વિનાયક પટેલ કરી રહ્યા છે. હાલ આ મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Rajkot Game Zone અગ્નિકાંડ બાદ તંત્ર એક્શન મોડમાં, તમામ ગેમઝોનમાં તપાસ હાથ ધરી
ગોઝારી દુર્ધટનાને લઇને તંત્ર દોડતું થયું છે. તંત્રએ રાજ્યના તમામ ગમે ઝોનમાં ચેકિંગ હાથ ધર્યું છે. મનપા કમિશનરના આદેશથી ફાયર વિભાગ, ટાઉન પ્લાનિંગ વિભાગ સહિત અન્ય અધિકારીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો તપાસમાં કોઈ ગેરરીતી સામે આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે. રાજકોટ અગ્નિકાંડ બાદ જામનગર તંત્ર એલર્ટ મોડ પર છે. જામનગર મનપાની કચેરીમાં PGVCL ટીમ, એસ્ટેટ શાખા સહીતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે. તેમજ સાંજ સુધીમાં જામનગરમાં આવેલા તમામ ગેમઝોનનું ચેકીંગ કરી રિપોર્ટ કરવા આદેશ આપવામાં આવ્યો છે. આ સિવાય લાઈટ કનેકશન, મંજૂરી, ફાયર સહીતની કામગીરી કરી રિપોર્ટ તૈયાર કરવા આદેશ અપાયા છે.

Rajkot અગ્નિકાંડ મામલે 6 અધિકારીઓ સસ્પેન્ડ, SIT પૂછપરછ કરશે
આ દુર્ઘટના બાદ છ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર, આસિસ્ટન્ટ એન્જિનિયર, ડેપ્યૂટી એન્જિનિયર સહિત બે સિનિયર PIને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાલ SIT સિનિયર અધિકારીઓની પૂછપરછ કરી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે SITની તપાસ પર નજર રાખી રહ્યા છે. રાજ્ય સરકાર તપાસમાં કોઈ કચાસ રાખવા માગતી નથી. આ સમગ્ર મામલે ઉદાહરણરુપ કાર્યવાહી કરી દાખલો બેસાડવા માટે સૂચના આપવામાં આવી છે. સસ્પેન્ડ કરાયા અધિકારીઓમાં નાયબ કાર્યપાલક ઇજનેર એમઆર સુમા, આસિસ્ટન્ટ એન્જિનિયર જયદિપ ચૌધરી, PI વીઆર પટેલ, PI એનઆઇ રાઠોડ, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ ડી. જોશી, અન્ય એક અધિકારીને ઘરભેગા કરી દેવામાં આવ્યા છે.

Rajkot ગેમઝોનમાં નોકરી કરતા અનિલ સિદ્ધપુરાનો DNA મેચ, પરિવારજનોને મૃતદેહ સોંપાયો
રાજકોટ અગ્નિકાંડના મૃતદેહના DNA મેચ કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં અનિલ સિદ્ધપુરાનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે. મૃતક ટીઆરપી ગેમઝોનમાં નોકરી કરતા હતા. મળતી માહિતી પ્રમાણે, મૃતક જીગ્નેશ ગઢવીનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે. જીગ્નેશ પણ ટીઆરપી ગેમઝોનના કર્મચારી હતા. 22 દિવસ પહેલાં જ તેઓ આ ગેમઝોનમાં નોકરીએ લાગ્યા હતા. પાંચ બહેનો વચ્ચે એકનો એક ભાઈ હોવાથી પરિવારજનોમાં માતમ છવાઈ ગયો છે અને અન્ય એક ગેમઝોનના કર્મચારીનો ડીએનએ મેચ થયો જેમાં અનિલ સિદ્ધપુરાનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે. મૃતક ટીઆરપી ગેમઝોનમાં નોકરી કરતા હતા.

વધુ એક આરોપી ભાગીદાર રાહુલ રાઠોડ ઝડપાયો
રાજકોટની ગેમઝોન આગકાંડ મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે માલિક યુવરાજસિંહ સોલંકી અને મેનેજર નીતિન જૈનની ધરપકડ કરવામાં આવી હતી.

અમને તંત્ર-રાજ્ય સરકાર પર ભરોસો નથી, અધિકારીઓ ત્યાં જઈને શું કરતા હતા? :HC
રાજકોટ અગ્નિકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારનો અને તંત્રનો ઉધડો લીધો હતો. તેમણે કહ્યુ છે કે, હવે અમને સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકાર પર ભરોસો નથી. હાઇકોર્ટે સરકારને આકરા સવાલ કર્યા છે. હાઇકોર્ટે નોંધ્યું છે કે, શું તમે આંધળા થઈ ગયા હતા. 2.5 વર્ષથી ચાલતું હતું તો શું તમે ઊંઘી ગયા હતા. આ ઉપરાંત તેમણે કેટલાક અધિકારીઓ ગેમઝોન પર ગયા હતા તેની નોંધ લીધી હતી અને કહ્યુ હતુ કે, જે અધિકારીઓ ત્યાં ગયા હતા તે શું કરતા હતા? હાઇકોર્ટે આકરા શબ્દોમાં સરકારની ઝાટકણી કાઢતા કહ્યુ હતુ કે, ‘અમને રાજ્યની મશીનરી ઉપર ભરોસો રહ્યો નથી, કોર્ટના નિર્દેશોના ચાર વર્ષ છતાં આવી ઘટનાઓ બને છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને કોર્ટે કહ્યું, તમને 18 મહિનાથી ચાલતા આ ગેમ ઝોન વિશે ખબર નહોતી? તમે આ કોર્ટના નિર્દેશોનું શું કર્યું? ઉદ્ઘાટનમાં RMC કમિશ્નર જાય છે! RMCએ TRP ગેમ ઝોન શરૂ કરતા કોર્ટે કહ્યું કે, TRPએ કોઈ પરમિશન ના લીધી પણ RMC ત્રણ વર્ષ શું કરતું હતું?

રાજકોટ અગ્નિકાંડ મામલે ત્રણ આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર
રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં ઝડપાયેલા ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે હાલ પ્રાથમિક માહિતી પ્રમાણે, ત્રણેય આરોપીના 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી છે. આરોપી માલિક યુવરાજસિંહ સોલંકી, મેનેજર નીતિન જૈન અને ભાગીદાર રાહુલ રાઠોડને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. ત્રણેય આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

અત્યાર સુધીમાં 9નાં DNA મેચ, મૃતદેહ સોંપવાની કામગીરી ચાલુ
રાજકોટ અગ્નિકાંડમાં DNA મેચ કરવાની કામગીરી ચાલુ છે. ત્યારે અત્યાર સુધીમાં કુલ 9 લોકોની ઓળખ થઈ ચૂકી છે. 9 મૃતદેહના ડીએનએ મેચ થઈ ગયા છે. તેમાંથી ચાર લોકોના મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવ્યા છે. જ્યારે અન્ય પાંચ મૃતદેહ પરિવારને સોંપવાની કામગીરી ચાલુ છે.

કોના કોના મૃતદેહ સોંપાયા?

  • સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા
  • સ્મિત મનીષભાઈ વાળા
  • સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા
  • જિગ્નેશ કાળુભાઇ ગઢવી
  • ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ
  • વિશ્વરાજસિંહ જશુભા જાડેજા
  • આશાબેન ચંદુભાઈ કાથડ

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એફએસએલની મુલાકાત લીધી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એફએસએલની મુલાકાત લીધી હતી અને તમામ કામગીરી અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ‘તમામ મતૃદેહોના ડીએનએ સેમ્પલ મુખ્યમંત્રીના આદેશથી એરએમ્બ્યુલન્સમાં ગાંધીનગર એફએસએલમાં લાવવામાં આવ્યા છે. કાલે સવારે પાંચ વાગ્યાથી આ પ્રકિયા ચાલુ કરવામાં આવી છે. અત્યાર 18 લોકોની ટીમ કામ કરી રહી છે. આ પ્રકિયા ખૂબ જ અઘરી છે. કુલ 9 સ્ટેપમાં કામગીરી કરવામાં આવે છે. પ્રતિ મૃતદેહ અંદાજે 48 કલાકનો સમય લાગતો હોય છે. અત્યાર સુધીમાં કુલ 9 લોકોને ઓળખી કાઢવામાં આવ્યા છે. હાલ વધુ સેમ્પલિંગ પર કામ ચાલુ છે.’

Rajkot અગ્નિકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સાડા 4 કલાકની દલીલ, 6 જૂને વધુ સુનાવણી
રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો દાખલ કરવામાં આવી હતી. સાડા 4 કલાક ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી ચાલી હતી. 3 જૂન સુધીમાં કોર્ટમાં સોગંદનામુ રજૂ કરવાનું જણાવ્યું છે અને આગામી 6 જૂને આ સમગ્ર મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

રાજકોટ અગ્નિકાંડ મામલે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા 
રાજકોટ અગ્નિકાંડ મામલે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સરકાર પક્ષે પીપી તુષાર ગોકાણી દલીલ કરી રહ્યા હતા. તેમણે કોર્ટને જણાવ્યુ હતુ કે, ‘મોતનો આંકડો હજુ વધી શકે છે. લાશના ટુકડાંઓ જ મળ્યા છે. તેમના કેટલા કર્મચારીઓ હતા તે પણ આરોપીઓ નથી કહી રહ્યા. તપાસમાં આરોપીઓ યોગ્ય સહયોગ નથી આપી રહ્યા. આ દુર્ઘટના સમયે ગેમઝોનના કર્મચારી મેઇન ગેટ બંધ કરી જતો રહ્યો હતો. એક ઇજાગ્રસ્ત મહિલાનું નિવેદન લેવામાં આવ્યું છે. આ દુર્ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ કોઈ ઊભી કરેલી ઘટના નથી.’  અગ્નિકાંડ બાદ રાજકોટ બાર એસોસિયેશને મોટા નિર્ણય લીધો છે. આરોપી તરફથી કેસ ન લડવા રાજકોટ બાર એસોસિયેશનને ઠરાવ પસાર કર્યો છે. એકપણ વકીલ આગ ધુર્ઘટનાના આરોપીઓ તરફથી કેસ નહીં લડે. આ આરોપીઓ હવે આખા દેશ સામે ખુલા પડ્યા છે. 3 આરોપી છે જે હવે પોલીસના સકંજામમાં છે જેંઆ વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.

કોની કોની સામે ફરિયાદ નોંધવામાં આવી?
TRP ગેમઝોનના માલિક અને ભાગીદાર મળી કુલ 6 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ગેમઝોનના માલિક પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરણ, ભાગીદાર અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિત રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પાંચેય આરોપી અલગ અલગ હિસ્સાના નફાના ભાગીદાર હતા. તેમાંથી હાલ ત્રણ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.