January 21, 2025

ગાય પર ક્રૂરતાનો વીડિયો વાયરલ, માલધારીઓએ કહ્યુ – કાર્યવાહી કરો

rajkot municipal corporation cow cruel video viral

રાજકોટ મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટીની કૂરતાનો વીડિયો સામે આવ્યો છે.

રાજકોટઃ મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓની માનવતા મરી પરવારી છે. આ એક વાયરલ વીડિયો પરથી સાબિત થાય છે. આ વીડિયો વાણીયાવાડી વિસ્તારનો હોય તેવું લાગી રહ્યું છે. એકબાજુ ગાયને માતા ગણીને પૂજા કરવામાં આવે છે અને બીજી બાજુ આ રીતે ક્રૂરતાપૂર્વક ગાય પર અત્યાચાર કરવામાં આવે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, મનપાનો કર્મચારી કેવી રીતે ઢોર પકડવાની ગાડી અને દીવાલ વચ્ચે ગાયનું મોઢું દબાવી રહ્યો છે. તેટલું જ નહીં, ગાયના મોઢા ઉપર લાકડી વડે મારી રહ્યો છે. આ ક્રૂરતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ વીડિયો વાયરલ થતા માલધારી સમાજમાં આક્રોશ ફેલાયો છે. ત્યારે ક્રૂરતા કરતા કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. માત્ર કર્મચારીઓ જ નહીં ઢોર પકડ પાર્ટના અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવાની માગ કરી છે.