અત્યાર સુધીમાં 9નાં DNA મેચ, મૃતદેહ સોંપવાની કામગીરી ચાલુ
Rajkot Game Zone Tragedy: રાજકોટ અગ્નિકાંડમાં DNA મેચ કરવાની કામગીરી ચાલુ છે. ત્યારે અત્યાર સુધીમાં કુલ 9 લોકોની ઓળખ થઈ ચૂકી છે. 9 મૃતદેહના ડીએનએ મેચ થઈ ગયા છે. તેમાંથી ચાર લોકોના મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવ્યા છે. જ્યારે અન્ય પાંચ મૃતદેહ પરિવારને સોંપવાની કામગીરી ચાલુ છે.
કોના કોના મૃતદેહ સોંપાયા?
- સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા
- સ્મિત મનીષભાઈ વાળા
- સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા
- જિગ્નેશ કાળુભાઇ ગઢવી
- ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ
- વિશ્વરાજસિંહ જશુભા જાડેજા
- આશાબેન ચંદુભાઈ કાથડ
આ પણ વાંચોઃ નાના હોય કે મોટા કોઈને છોડવામાં નહીં આવેઃ હર્ષ સંઘવી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એફએસએલની મુલાકાત લીધી હતી અને તમામ કામગીરી અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ‘તમામ મતૃદેહોના ડીએનએ સેમ્પલ મુખ્યમંત્રીના આદેશથી એરએમ્બ્યુલન્સમાં ગાંધીનગર એફએસએલમાં લાવવામાં આવ્યા છે. કાલે સવારે પાંચ વાગ્યાથી આ પ્રકિયા ચાલુ કરવામાં આવી છે. અત્યાર 18 લોકોની ટીમ કામ કરી રહી છે. આ પ્રકિયા ખૂબ જ અઘરી છે. કુલ 9 સ્ટેપમાં કામગીરી કરવામાં આવે છે. પ્રતિ મૃતદેહ અંદાજે 48 કલાકનો સમય લાગતો હોય છે. અત્યાર સુધીમાં કુલ 9 લોકોને ઓળખી કાઢવામાં આવ્યા છે. હાલ વધુ સેમ્પલિંગ પર કામ ચાલુ છે.’
કોણ કોણ હજુ લાપતા?
- રાજભા પ્રદિપસિંહ ચૌહાણ
- દેવશ્રીબા હિતેન્દ્રસિંહ જાડેજા
- ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ
- ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા
- નમ્રદિપસિંહ જયપાલસિંહ જાડેજા
- વિશ્વરાજસિંહ જસુભા જાડેજા
- વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા
- શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા
- સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા
- સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા
- નિરવભાઈ રસીકભાઈ વેકરિયા
- અક્ષય કિશોરભાઈ વેકરિયા
- ખ્યાતિ રતિલાલ સાવલિયા
- હરીતા રતિલાલ સાવલિયા
- ત્વીશા અશોકભાઈ મોડાસીયા
- વિવેક અશોકભાઈ દુસારા
- ખુશાલી અશોકભાઈ દુસારા
- સ્મિત મનીષભાઈ વાળા
- હિમાંશુ દયાળજીભાઈ પરમાર
- કલ્પેશ પ્રવિણભાઈ બગડા
- આશાબેન ચંદુભાઈ કાથડ
- જિગ્નેશભાઈ કાળુભાઈ ગઢવી
- સુનિલ હસમુખભાઈ સિદ્ધપુરા
- મિતેશ બાબુભાઈ જાદવ
- જય અનિલભાઈ ઘોરેયા
- ધૈર્ય નિર્મળભાઈ સોલંકી
- મોનુકેશવ ગોંડ
- ઓળખ થયેલી નથી