January 13, 2025

રાજકોટ ગોપાલ નમકીનમાં ભીષણ આગ, 3 ફાયર ફાઈટર ઘટના સ્થળે

Rajkot: રાજકોટમાં ગોપાલ નમકીનમાં ભીષણ આગના સમાચાર સામે આવ્યા છે. રાજકોટથી ત્રણ ફાયર ફાઈટર જવા રવાના થઈ ગયા છે. જોકે, આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગ દ્વારા પ્રયાસ શરૂ છે. અંદાજે ગોપાલમાં 2,000 જેટલા કર્મચારીઓ નોકરી કરે છે. મોટાભાગના કર્મચારીઓને બહાર કાઢી લેવાયા છે. આગ ક્યાં કારણથી લાગી છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી અનુસાર આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ચારેતરફ ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. ફેકટરીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગની ઘટનાને પગલે રાજકોટ, શાપર અને કાલાવડની ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.