May 3, 2024

રાજસ્થાન રોયલ્સ મોટા ફેરફારો સાથે RCB સામે ઉતરશે

IPL 2024ની 19મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાવાની છે. ત્યારે રાજસ્થાનની ટીમ આ મેચમાં કંઈ નવા ફોર્મમાં જોવા મળશે. રાજસ્થાન રોયલ્સે જેની જાણકારી પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટના આધારે જાહેરાત કરી છે.

જાહેરાત કરી છે
IPL 2024ની 19મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાવાની છે. જેને લઈને બંને ટીમ તૈયાર છે. પરંતુ આ વચ્ચે રાજસ્થાનની ટીમ કંઈક નવા ફોર્મમાં તમને જોવા મળશે. આ મેચ દરમિયાન ખેલાડીઓ સંપૂર્ણ ગુલાબી જર્સી પહેરેલી જોવા મળેશે. રાજસ્થાન રોયલ્સે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આ માહિતી આપી છે. આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે “આવતીકાલનો દિવસ ખાસ છે. અમે બધા ગુલાબી હોઈશું. રાજસ્થાનની મહિલાઓને આ અમારું ગુલાબી વચન છે.”

ટીમ સંપુર્ણ ગુલાબી
#PinkPromise મેચનો હેતુ રાજસ્થાનની મહિલાઓને રાજસ્થાન રોયલ્સનો ટેકો બતાવવાનો છે. તમને જણાવી દઈએ કે રાજસ્થાનની જર્સી હજુ પણ ગુલાબી છે, પરંતુ તેમાં વાદળી રંગ પણ જોવા મળે છે. પરંતુ RCB સામેની મેચમાં ટીમની જર્સી સંપૂર્ણપણે ગુલાબી રંગની આ મેચ દરમિયાન તમને જોવા મળશે. અત્યાર સુધીની રાજસ્થાનની ટીમના પોઈન્ટની વાત કરવામાં આવે તો તેની સ્થિતિ ખુબ જ સારી જોવા મળી રહી છે. અત્યારે સુધી આ ટીમે 3 મેચ રમી છે, જેમાંથી રાજસ્થાનની ટીમે ત્રણેય મેચ જીતી છે. બેંગલુરુની ટીમની વાત કરવામાં આવે તો 4 મેચમાંથી માત્ર 1 જ જીતી શકી છે.

આટલી વખત સામનો
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેના રેકોર્ડ ટુ હેડની વાત કરવામાં આવે તો આ બંને ટીમે 30 વખત આમને-સામને આવી ગઈ છે. જેમાંથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 15 વખત જીતી છે. તે જ સમયે, રાજસ્થાન રોયલ્સ ટીમ 12 વખત જીત પ્રાપ્ત કરી છે. બેંગલુરુ સામે રાજસ્થાન રોયલ્સના સંભવિત ખેલાડીઓની વાત કરવામાં આવે તો યુઝવેન્દ્ર ચહલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, નંદ્રે બર્જર યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (વિકેટકીપર/કેપ્ટન), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર રમી શકે છે.