May 5, 2024

રાજસ્થાન રોયલ્સે રચ્યો ઇતિહાસ, IPLમાં આવું કરનારી પ્રથમ ટીમ

IPL 2024: 19મી મેચમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવી દીધું છે. આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સની આ સતત ચોથી જીત છે. આ વખતની સિઝનમાં રાજસ્થાનની ટીમનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે.

રેકોર્ડ પોતાના નામે
IPL 2024 ની 19મી મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમો વચ્ચે ગઈ કાલે રમાઈ હતી. જેમાં RCBને 6 વિકેટથી હરાવીને સિઝનની ચોથી જીત હાંસલ કરી હતી. આ જીત થતાની સાથે જે રાજસ્થાનની ટીમે એક નવો રેકોર્ડ બનાવી દીધો છે. જેમાં અત્યાર સુધીના રેકોર્ડમાં રાજસ્થાન સિવાય કોઈ કરી શક્યું નથી. IPLમાં હજૂ સુધી કોઈ આવી કરામત કરી
શક્યું નથી.

આ પણ વાંચો: રાજસ્થાન રોયલ્સ મોટા ફેરફારો સાથે RCB સામે ઉતરશે

ટીમનું જોરદાર પ્રદર્શન રહ્યું
રાજસ્થાન રોયલ્સ ટીમ આ સિઝનમાં જોરદાર પ્રદર્શન કરી રહી છે. આ ટીમે 4 મેચ રમી અને તમામ મેચમાં રાજસ્થાનનો ભવ્ય વિજય થયો છે. રાજસ્થાન રોયલ્સે આ સિઝનની શરૂઆત લખનૌ સુપર જાયન્ટ્સને હરાવીને કરી હતી. આ પછી તેનો સામનો દિલ્હી કેપિટલ્સ અને મુંબઈની ટીમ સાથે મેચ હતી. લાસ્ટમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે મેચ હતી. જેમાં તે ટીમને હરાવીને જીત અપાવી હતી.

IPLમાં ઇતિહાસ રચ્યો
આઈપીએલના ઈતિહાસમાં આ છઠ્ઠી વખત એવું બન્યું કે જયારે કોઈ પણ ટીમ સતત 4 મેચ જીત પ્રાપ્ત કરે. આ પહેલા વર્ષ 2015માં રાજસ્થાન રોયલ્સે સિઝનની પ્રથમ 4 મેચમાંથી 4માં જીત પ્રાપ્ત કરી હતી. જેમાં રાજસ્થાન રોયલ્સ આઈપીએલના ઈતિહાસમાં સિઝનની શરૂઆતમાં બે વખત 4 મેચ જીતનારી પ્રથમ ટીમ બની ગઈ છે. રાજસ્થાન સિવાઈ આવું કોઈ કરી શક્યું નથી. જેના કારણે આ રેકોર્ડ રાજસ્થાનની ટીમના નામે જાય છે. IPL સિઝનની પ્રથમ 4 મેચ જીતનાર ટીમ 2008 – ચેન્નાઈ સુપર કિંગ્સ, 2009 – ડેક્કન ચાર્જર્સ, 2014 – પંજાબ કિંગ્સ, 2015 – રાજસ્થાન રોયલ્સ, 2021 – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 2024 – રાજસ્થાન રોયલ્સ છે.

એકતરફી જીતી
રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે આગળ જઈને ખરો સાબિત થયો હતો. RCBની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 183 રન બનાવ્યા હતા. ટીમ માટે વિરાટ કોહલીએ સૌથી વધુ 113 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સે આ લક્ષ્ય માત્ર 19.1 ઓવરમાં હાંસલ કરી લીધું હતું. રાજસ્થાન માટે જોસ બટલરે 58 બોલમાં 100 રન બનાવ્યા હતા. આ વખતની સિઝનમાં IPLનું જોરદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે.