December 22, 2024

રાજસ્થાન રોયલ્સે IPL ઈતિહાસમાં સૌથી સફળ રન ચેઝ કર્યો!

IPL 2024: ગઈ કાલે રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ હતી. જેમાં રાજસ્થાનની ટીમની જીત થઈ હતી. માત્ર 2 વિકેટથી રાજસ્થાનની ટીમનો વિજ્ય થયો હતો. રાજસ્થાન રોયલ્સે તેમની ઇનિંગના છેલ્લા બોલ પર લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

અણનમ ઇનિંગ રમી
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 ની 31મી મેચ ગઈ કાલે રમાઈ હતી. જેમાં રાજસ્થાનની ટીમની જીત થઈ હતી. છેલ્લા બોલ પર લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સ 2 વિકેટથી હારી હતી. કેકેઆરની ટીમે પહેલા બેટિંગ કરી હતી. સુનીલ નારાયણે ટીમ માટે 109 રનની શાનદાર ઇનિંગ રમી હતી જેમાં તેણે 107 રનની અણનમ ઇનિંગ રમી હતી. શરૂઆતમાં એવું લાગી રહ્યું હતું કે રાજસ્થાનની ટીમ હારી જશે પરંતુ આખરે રાજસ્થાનની ટીમની જ જીત થઈ હતી.

આ પણ વાંચો: હૈદરાબાદે IPLના ઈતિહાસમાં બનાવ્યો સૌથી મોટો સ્કોર, એક મેચમાં સૌથી વધુ સિક્સ ફટકારી

સફળ રન ચેઝ કર્યો
KKR સામેની આ મેચમાં રાજસ્થાન રોયલ્સે 224 રનના ટાર્ગેટનો પીછો કરીને IPL ઈતિહાસમાં સૌથી સફળ રન ચેઝ કરવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા વર્ષ 2020માં રાજસ્થાનની ટીમે પંજાબ કિંગ્સ સામેની મેચમાં 6 વિકેટ ગુમાવીને 224 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આ મેચમાં જીત સાથે રાજસ્થાનની ટીમ પોઈન્ટ ટેબલમાં 7 મેચમાં 6 જીત સાથે 12 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન પર છે. રાજસ્થાન રોયલ્સ – 215 રન (વિ ડેક્કન ચાર્જર્સ, 2008) સનરાઇઝર્સ હૈદરાબાદ – 215 રન (રાજસ્થાન રોયલ્સ, 2023), મુંબઈ ઈન્ડિયન્સ – 215 રન (વિ. પંજાબ કિંગ્સ, 2023), મુંબઈ ઈન્ડિયન્સ – 219 રન (વિ ચેન્નાઈ સુપર કિંગ્સ, 2021), રાજસ્થાન, રોયલ્સ – 224 રન (કેકેઆર વિરુદ્ધ, 2024), રાજસ્થાન રોયલ્સ – 224 રન (પંજાબ કિંગ્સ, વર્ષ 2020).