May 3, 2024

Congress-SP Alliance: યુપીમાં I.N.D.I.A. ગઠબંધનના પતનને બચાવ્યું

Lok Sabha Election 2024: સીટની વહેંચણી પર લાંબા સમયથી ચાલી રહેલી ખેંચતાણ પછી કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે વાટાઘાટો થઈ ગઈ છે. બંને પાર્ટી વચ્ચે એક ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી છે. માહિતી અનુસાર આજે સાંજ સુધીમાં બેઠકોની વહેંચણી અંગેની જાહેરાત થવાની સંભાવના છે. સુત્રોના જણાવ્યા અનુાર સમાજવાદી પાર્ટી કોંગ્રેસ પાર્ટીને 17 સીટો આપી શકે છે. ગઠબંધન અંગે સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે અમારી બચ્ચે કોઇ વિવાદ નથી અને ગઠબંધન થશે. ટૂંક સમયમાં બધું સ્પષ્ટ થઈ જશે. આગામી 2 કલાકમાં બધી ખબર પડી જશે. ‘અંત ભલા કો સબ ભલા’ કહીને વધુમાં ઉમેર્યું કે પાર્ટી છોડીને ભાજપમાં જોડાયેલા નેતાઓ બધા ફરી પાછા આવશે.

કોંગ્રેસને 17 બેઠકો મળી
માહિતી અનુસાર રાયબરેલી, અમેઠી અને કાનપુરની બેઠકો હવે કોંગ્રેસને મળી શકે છે. આ સિવાય ફતેહપુર સીકરી, બાંસગાંવ અને સહારનપુર સીટો પણ કોંગ્રેસના ખાતામાં જશે તેવી શક્યતાઓ છે. સમાજવાદી પાર્ટી પ્રયાગરાજ, મહારાજગંજ, વારાણસી, અમરોહા, ઝાંસી, બુલંદશહર, ગાઝિયાબાદ, દેવરિયા, બારાબંકી, મથુરા અને સીતાપુરની સીટો પણ કોંગ્રેસને આપી શકે છે. માહિતી અનુસાર ગઠબંધનને લઈને બંને પક્ષો આજે સાંજે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરશે. જેમાં સીટ વહેંચણીની જાહેરાત કરવામાં આવશે.

કોંગ્રેસ મુરાદાબાદ બેઠક છોડી
મળતી માહિતી મુજબ કોંગ્રેસ પણ 2 બેઠકો પર સમાધાન કરવા માટે રાજી થઈ ગઈ છે. માહિતી અનુસાર જણાવ્યું કે કોંગ્રેસે મુરાદાબાદ બેઠક છોડી દીધી છે અને કોંગ્રેસને જે સીટો ઓફર કરવામાં આવી હતી તે માટે સપા સહમત થઈ ગઈ છે. જો કે હવે સીતાપુર સીટ કોંગ્રેસને આપવામાં આવી છે. બીજી બાજુ સપાએ હાથરસની બેઠક પાછી લઈ લીધી છે. નોંધનીય છે કે ત્રણ બેઠકોને લઇને બંને પક્ષો વચ્ચે રસાકસી જોવા મળી હતી. કોંગ્રેસે મુરાદાબાદ, બિજનૌર અને બલિયાની સીટોની પણ માંગ કરી રહી હતી, જ્યારે સમાજવાદી પાર્ટી કોંગ્રેસને આ સીટો આપવા તૈયાર ન હતી. જોકે સમાજવાદી પાર્ટીએ પણ તે બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી હતી.