January 13, 2025

ગણતરીના કલાકોમાં સુરત પોલીસે છેડતી કરનાર નરાધમ મુસ્લિમ વિધર્મી યુવકને દબોચ્યો

Surat: સુરતમાંથી ગઈકાલે છોકરીઓની છેડતીના સીસીટીવી સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. ત્યારે આજે ઉધનામાં બાળકીઓની છેડતીના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. છેડતી કરનાર આરોપીની ઉધના પોલીસે ઉન વિસ્તારમાંથી ધકપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર સુરતમાં ત્રણ છોકરીઓની છેડતી કરનાર આરોપીને ઉધના પોલીસ દબોચ્યો છે. જેની ઉન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. વધુમાં છેડતી કરનાર નરાધમ મુસ્લિમ વિધર્મી યુવક હોવાનું સામે આવ્યું છે. આરોપી સંચા મશીન ચલાવતો હતો. સુરતમાં એકલો રહેતો હતો. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સુરતમાંથી આ આરોપીના છોકરીઓની છેડતી કરતા સીસીટીવી વાયુવેગે વાયરલ થયા હતા. જે બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો: સુરતમાં રોમિયોને નથી રહ્યો કોઈનો ડર, જાહેરમાં કરી છેડતી; CCTV આવ્યા સામે