January 23, 2025

PM મોદી 22-23 ઓક્ટોબરે રશિયા જશે, 16મી BRICS સમિટમાં ભાગ લેશે

Russia BRICS Summit: PM નરેન્દ્ર મોદી (Narendra Modi) રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin)ના આમંત્રણ પર 22-23 ઓક્ટોબર 2024ના રોજ રશિયાની મુલાકાત લેશે. PM મોદી રશિયાની અધ્યક્ષતામાં કઝાનમાં યોજાનારી 16મી બ્રિક્સ સમિટમાં ભાગ લેશે. “સમાન વૈશ્વિક વિકાસ અને સુરક્ષા માટે બહુપક્ષીયવાદને મજબૂત બનાવવો” વિષય પર આ સમિટ અગ્રણી વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડશે.

પીએમ મોદી અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરી શકે છે
આ સમિટ BRICS દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલોની પ્રગતિનું મૂલ્યાંકન કરવાની અને ભવિષ્યમાં સહકાર માટે સંભવિત ક્ષેત્રોને ઓળખવાની તક પણ પૂરી પાડશે. તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી રશિયામાં તેમના સમકક્ષો અને બ્રિક્સ સભ્ય દેશોના આમંત્રિત નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરે તેવી શક્યતા છે.

BRICS સભ્ય દેશો
રશિયા આ વર્ષે BRICSની અધ્યક્ષતા કરી રહ્યું છે. બ્રિક્સમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. સાઉદી અરેબિયા, ઈરાન, ઈથોપિયા, ઈજીપ્ત, આર્જેન્ટિના અને સંયુક્ત આરબ અમીરાત તેના નવા સભ્યો છે.

પીએમ મોદી જુલાઈમાં રશિયા ગયા હતા
આ પહેલા 8 જુલાઈના રોજ પીએમ મોદી બે દિવસ માટે રશિયા ગયા હતા. જ્યાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલથી સન્માનિત કર્યા. સન્માન માટે પીએમ મોદીએ પુતિનનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે આ 140 કરોડ ભારતીયોનું સન્માન છે. તે ભારત અને રશિયા વચ્ચે વર્ષો જૂની મિત્રતાનું પ્રતિબિંબ છે.