December 24, 2024

આજે PBKS અને MI વચ્ચે ‘મહામુકાબલો’

IPL 2024: મોહાલીમાં આજે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની મેચ છે. આ બંને ટીમ યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમમાં આમને સામને આવશે. આજ સાંજે 7.30 વાગ્યે આ મેચ રમાવાની છે. મુંબઈની ટીમ ફરી મેદાનમાં રમવા માટે તૈયાર છે. ઘર આંગણે સતત 4 મેચ રમ્યા બાદ હવે માહોલીમાં આ મેચ રમાશે.

હેડ ટુ હેડના આંકડા
મોહાલીમાં આજે પંજાબની ટીમ અને મુંબઈની ટીમનો આમનો-સામનો થવાનો છે. આ મેચ બંને ટીમ માટે મહત્વની છે. કારણ કે બંને ટીમ પાસે ઓછા પોઈન્ટ છે. ત્યારે તમને સવાલ થતો હશે કે આ મેદાન પર પીચ શું હોઈ શકે? બેટ્સમેન સારૂ પ્રદર્શન જોવા મળશે કે પછી બોલરોનું સારૂ પ્રદર્શન જોવા મળશે? આવો જાણીએ બંને ટીમ વચ્ચે કેવી રહેશે આજની મેચ. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 5 વખત ઈન્ડિયન પ્રીમિયર લીગનું ટાઈટલ જીત્યું છે. તો બીજી બાજૂ પંજાબની ટીમ અત્યાર સુધીમાં કયારે પણ ઈન્ડિયન પ્રીમિયર લીગનું ટાઈટલ જીત્યું નથી.

આ પણ વાંચો: IPLની વચ્ચે CSKને લાગ્યો ઝટકો, આ ખેલાડી બહાર

સ્પર્ધા લગભગ સમાન
અત્યાર સુધીમાં પંજાબ અને મુંબઈ વચ્ચે ટોટલ 31 મેચ રમાઈ છે. જેમાં પંજાબની 15 વખત અને મુંબઈની ટીમની 16 વખત જીત થઈ છે. આજની મેચ પંજાબ પોતાના ઘરે રમશે. જેનો ફાયદો તેને મળી શકે છે. પંજાબ અને મુંબઈની ટીમ બંનેનો સ્કોર સમાન છે. મોહાલીમાં અત્યાર સુધી આ સિઝનની ત્રણ મેચ રમાઈ છે. પંજાબની ટીમ ઘરઆંગણે બંને મેચ હારી ગઈ છે. હવે આજની મેચમાં ઘર આંગણે પંજાબની હાર થાય છે કે જીત હવે જોવાનું રહ્યું.

હાઈ સ્કોરિંગ તક ઓછી
આ મેદાનની પીચની વાત કરવામાં આવે તો એવું માનવામાં આવે છે કે અહીંની પીચ ખૂબ ઝડપી છે. એવું કહેવામાં આવે છે કે ભારતની સૌથી વધુ ઝડપી પિચયોમાંની એક છે. આ મેદાન નવું છે. જે ઝડપી બોલર છે તેમને વધારે મદદ મળે છે. અહિંયા હાઈ સ્કોરિંગ થઈ શકે નહીં. અહિંયા ઓછા રન અત્યાર સુધી બન્યા છે. એવું ન પણ થઈ શકે. જીતવા માટે માત્ર 170 થી 180 રન જ પૂરતા હશે.