May 1, 2024

IPLની વચ્ચે CSKને લાગ્યો ઝટકો, આ ખેલાડી બહાર

IPL 2024: આઈપીએલની આ સિઝનનો અડધો સમય વધી ગયો છે. દરેક ટીમ એકબીજાને પાછળ છોડવા માટે હરીફાઇ કરી રહી છે. કેટલીક ટીમની ખુબ ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે. આ તમામ વાત વચ્ચે CSKને મોટો ઝટકો લાગ્યો છે.

ઋતુરાજ ગાયકવાડની ટીમને ઝટકો
આ વખતની આઈપીએલમાં કોઈ ટીમનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે તો કોઈની ખરાબ સિઝન જોવા મળી રહી છે. આ વચ્ચે ઋતુરાજ ગાયકવાડ અને તેની ટીમના ખેલાડીઓને મોટો જટકો લાગ્યો છે. ડેવોન કોનવે પુરી સિઝનમાંથી બહાર થઈ ગયા છે. તેની જગ્યા ઉપર બીજા ખેલાડીની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. તેની જગ્યા ઉપર રિચર્ડ ગ્લીસનને સ્થાન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: કેએલ રાહુલનો જન્મદિવસ, જાણો તેની સાથે જોડાયેલી કેટલીક રોમાંચક વાતો

ડેવોન કોનવે ઘાયલ
ડેવોન કોનવે ઘાયલ થયો હતો. છેલ્લા બે વર્ષથી તે CSK સાથે જોડાયેલો હતો. અડધી સિઝન જતી રહી તેમ છતાં અપેક્ષા હતી કે તેઓ પરત ફરશે. પરંતુ એવું થયું નહી. આખરે તે પુરી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. ડેવોન કોનવે પોતાની ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. ડેવોન કોનવેની જગ્યા ઉપર રિચર્ડ ગ્લીસનની જાહેરાત કરી દેવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે આવનારા દિવસોમાં રિચર્ડ ગ્લેસને ચેન્નાઈ સુપર કિંગ્સ તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરે છે કે નહીં. પ્રથમ વખત ઋતુરાજ ગાયકવાડ IPLમાં CSKની કપ્તાની કરી રહ્યો છે. આ વખતની સિઝનમાં CSKની ટીમે 6 મેચ રમી છે અને તેમાંથી 4 મેચમાં જીત પ્રાપ્ત કરી છે. 2 મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. હવે જોવાનું રહ્યું કે આવનારી મેચમાં કેવું રહેશે CSKની ટીમનું.