May 8, 2024

Microsoft Windowsના નવા બોસ બન્યા પવન દાવુલુરી

Microsoft: IIT Madrasમાંથી અભ્યાસ કરનાર પવન દાવુલુરીને Microsoftમાં નવી જવાબદારી આપવામાં આવી છે. હવે પવન માઈક્રોસોફ્ટના વિન્ડોસ અને સરફેસના નવા બોસ બન્યા છે. તેમના પહેલા આ પદ પર પનોસ પાનાસ હતા. પનોસ ગયા વર્ષે જ એમેઝોન છોડીને માઈક્રોસોફ્ટ સાથે જોડાયા હતા. માઈક્રોસોફ્ટે પહેલાથી જ વિન્ડોસ અને સરફેસને અલગ અલગ કરી નાખ્યા છે. આ બંનેની લિડરશીપ પણ અલગ અલગ છે. આ પહેલા દાવુલુરી સરફેસ સિલિકોનમાં કામ કરતા હતા. એ સમયે વિન્ડોસ ડિપાર્ટમેન્ટની કમાન મિખાઇલ પારખિન પાસે હતી.

આ પણ વાંચો: ટેક્સી ડ્રાઈવરનો પુત્ર બન્યો Microsoft AI ના CEO

પવન દાવુલુરી કોણ છે?
પવન દાવુલુરીનું ભારત સાથે ખાસ જોડાણ છે. તેઓ IIT મદ્રાસમાંથી ગ્રેચ્યુએટ થયા છે. પવન દાવુલુરી હવે તે નેતૃત્વ જૂથમાં જોડાયા છે જ્યાં માત્ર થોડા ભારતીયો અમેરિકન કંપનીઓમાં નેતૃત્વની ભૂમિકામાં છે. જેમાં સુંદર પિચાઈ અને સત્ય નડેલા જેવા નામ સામેલ છે.

23 વર્ષ પહેલા Microsoft માં જોડાયા
પવન દાવુલુરી લગભગ 23 વર્ષથી માઈક્રોસોફ્ટ સાથે કામ કરી રહ્યા છે. યુનિવર્સિટી અને મેરીલેન્ડમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ તેઓ માઇક્રોસોફ્ટમાં જોડાયા. શરૂઆતમાં તેઓ અહીં રિલાયબિલિટી કમ્પોનન્ટ મેનેજરનું પદ સંભાળતા હતા.