May 20, 2024

શેરમાર્કેટની ઘટાડા સાથે શરૂઆત, નિફ્ટી 21950 પર ગગડ્યો

Market Update: તહેવારોના કારણે સતત 3 દિવસ શેરમાર્કેટ બંધ હતું. જે બાદ આજે માર્કેટની શરૂઆત થતા જ લાલ નિશાન સાથે બજાર આગળ વધી રહી છે. સેન્સેક્સ કરતા આજે નિફ્ટીમાં વધારે ઘટાડો જોવા મળ્યો છે. નોંધનીય છેકે, અમેરિકામાં આ રજાના દિવસોમાં ઘટાડો ચાલી રહ્યો હતો. ડાઓ જોંસ ઉપરના સ્તરથી નીચે ગગડ્યો હતો, પરંતુ ભારતીય બજાર ખુલતાની સાથે જ આજે રિકવરી મોડમાં જોવા મળી રહ્યો છે. આજે નિફ્ટીમાં દોઢ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

બજાર ખુલતાની સાથે જ નિફ્ટી 22,000 ની ઉપર
બજાર ખુલતાની સાથે જ નિફ્ટીએ 22 હજારની ઉપરની સપાટી વટાવી દીધી હતી અને સવારે 9.25 વાગ્યે તે 28.90 પોઈન્ટ અથવા 0.13 ટકાના ઉછાળા સાથે 22,067ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આજના ટ્રેડિંગમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને HDFC બેન્કના શેરમાં ઘટાડાને કારણે બજારમાં મંદી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: દેશની 12 બેંકો તરફથી સરકારને થશે અઢળક કમાણી

માર્કેટ ઓપનિંગ
સ્થાનિક બજારની શરૂઆત આજે લાલ નિશાન સાથે થઈ છે. BSE સેન્સેક્સ 434.97 પોઈન્ટ અથવા 0.60 ટકાના ઘટાડા સાથે 72,396 ના સ્તર પર ખુલ્યો. NSEનો નિફ્ટી 148.85 પોઈન્ટ અથવા 0.67 ટકાના ઘટાડા સાથે 21,947.90 પર ટ્રેડિંગ ખોલ્યો.

બેન્ક નિફ્ટીમાં પણ મોટો ઘટાડો
બેંક નિફ્ટીમાં આજે 310.80 પોઈન્ટ અથવા 0.66 ટકાના ઘટાડા સાથે 46,552ની ઉપર ખુલ્યો હતો અને બેંક નિફ્ટીના અડધાથી વધુ શેર નબળાઈ સાથે ખુલ્યા હતા.

સેન્સેક્સ-નિફ્ટી શેરની સ્થિતિ
સેન્સેક્સના 30 શેરોમાંથી 13માં વધારો અને 17માં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 22 શેર મજબૂતાઈ સાથે અને 28 શેર નબળાઈના લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે.