January 24, 2025

સાતમી વખત ‘પરીક્ષા પે ચર્ચા’, PM મોદીએ આપ્યો બાળકોને ગુરુમંત્ર

પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની શરૂઆત આજે સવારે તારીખ 29-1-2024ના 11:00 કલાકે શરૂ કરવામાં આવી હતી. જેમાં આ વર્ષે 2.25 કરોડથી વધુ વિદ્યાર્થીઓએ કાર્યક્રમ માટે નોંધણી કરાવી હતી. 2018માં જ્યારે પ્રથમ વખત આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું  ત્યારે તેની સંખ્યા માત્ર 22,000 હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર છે. શિક્ષણ મંત્રીઅ દરેક વ્યક્તિ વતી નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું.

તમારી જાત સાથે સ્પર્ધા કરો
વડાપ્રધાને મિત્રો સાથેની સ્પર્ધાને લઈને કહ્યું કે, તમે તમારા મિત્ર સાથે હરીફાઈ કરો છો તે શું છે?જો તમારા મિત્રને 90 નંબર મળે, તો શું તમારા માટે 10 નંબરો બાકી છે? તમારા માટે પણ 100 નંબર છે. તમારે તેની સાથે સ્પર્ધા કરવાની જરૂર નથી, તમારે તમારી જાત સાથે સ્પર્ધા કરવી પડશે. હકીકતમાં આ હરીફાઈ તમારા માટે પ્રેરણા બની શકે છે. પીએમ મોદી સાથેની વાતચીતમાં ચર્ચા થઈ હતી. જેમાં કહ્યું કે ઘણી વખત વાલીઓ પણ સ્પર્ધાનું વાતાવરણ ઊભું કરે છે. આનો સામનો કરવા શું કરવું જોઈએ? પીએમ મોદીએ કહ્યું કે સ્પર્ધા હોવી જરૂરી છે, પરંતુ તેનો અર્થ એ નથી કે આપણી વચ્ચે નફરત પેદા થવી જોઈએ.

આ પણ વાચો: નીતિશ કુમારે સાંસદોને બોલાવ્યા નિવાસસ્થાને, 12 વાગ્યાથી યોજાશે મોટી બેઠક

કેટલા પ્રકારના દબાણ
વડાપ્રધાન મોદીએ વાતચીતમાં જણાવ્યું કે પ્રથમ પ્રકારનું દબાણ તે છે જે આપણે આપણી જાત પર નાખીએ છીએ. જેમ કે સવારે ચાર વાગ્યે ઉઠવાનું અને આટલા બધા પ્રશ્નો ઉકેલ્યા પછી સૂવું પડશે. આમ કરવાથી આપણા પર દબાણની સ્થિતિ સર્જાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે મને લાગે છે કે આપણે આપણા પર એટલું દબાણ ન રાખવું જોઈએ કે આપણી ક્ષમતાઓ ખોવાઈ જાય. બીજું દબાણ માતાપિતા તરફથી આવે છે. બાળકોની સરખામણી અન્ય બાળકો સાથે કરાઈ છે જેના કારણે બાળકો પર દબાણ આવે છે.

પીએમે આપ્યો ગુરુ મંત્ર
પરિક્ષા પે ચર્ચાનો આનો આજે તારીખ 29-1-2024ના સાતમો એપિસોડ છે, મોદીએ કહ્યું કે જ્યાં સુધી મને યાદ છે આ પ્રશ્ન દરેક વખતે પૂછવામાં આવ્યો છે. મતલબ કે સાત વર્ષમાં સાત અલગ-અલગ બેચ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. દરેક નવી બેચ પણ સમાન સમસ્યાઓનો સામનો કરી રહી છે. વિદ્યાર્થીઓની બેચ બદલાય છે, પરંતુ શિક્ષકોની બેચ એટલી વાર બદલાતી નથી.પ્રધાનમંત્રીએ કહ્યું કે જો શિક્ષકોએ મારા જૂના એપિસોડના મુદ્દાઓ નવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડ્યા હોત તો આ સમસ્યા ધીમે ધીમે ઓછી થઈ શકે છે. દરેક માતાપિતાએ ચોક્કસપણે આ સમસ્યાનો સામનો કર્યો છે. આપણને કોઈપણ પ્રકારના દબાણને સહન કરવા સક્ષમ બનાવવું જોઈએ.

આ પણ વાચો: NDAની આજથી કેરળમાં એક મહિનાની ‘ભારત જોડો યાત્રા’

બોર્ડની પરીક્ષામાં થશે મદદ
પરિક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમ દ્વારા પીએમ નરેન્દ્ર મોદી માત્ર વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો અને વાલીઓને પણ પરીક્ષાની તૈયારી સંબંધિત પડકારોનો સામનો કરવા માટે સલાહ આપશે. જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓના મહત્વના પ્રશ્નોના જવાબ પણ તેઓ આપશે. તમને જણાવી દઈએ કે કેટલાક પસંદગીના વિદ્યાર્થીઓને PM મોદી દ્વારા લખાયેલ પુસ્તક Exam Warriors પણ આપવામાં આવશે.

ભૂપેન્દ્ર પટેલ નિહાળી રહ્યા છે લાઈવ
CM ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાની સ્કૂલમાં કાર્યક્રમ લાઈવ નિહાળી રહ્યા છે. ગુજરાતમાંથી પણ બે વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દિલ્હી ગયા છે. ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડીયાની એક સ્કૂલમાં આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે. ગુજરાતમાંથી પણ બે વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દિલ્હી ગયા છે. ગુજરાત રાજ્યની તમામ શાળાઓના ધોરણ-6થી 12ના વિદ્યાર્થીઓ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળે તે માટેની તમામ સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. આણંદમાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયના ધોરણ-12 સાયન્સના અનામિકા મકવાણા અને નવસારીની આર.જે. હાઈસ્કૂલના ધોરણ-12 સાયન્સના મીત બારીયાની કાર્યક્રમમાં પસંદગી કરવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડીયાની નુતન વિદ્યાવિહાર હાયર સેકન્ડરી સ્કૂલમાં ઉપસ્થિત રહી કાર્યક્રમ નિહાળી રહ્યા છે.