May 1, 2024

ઝારખંડના સીએમ હેમંત સોરેનના ઘરે પહોંચી ED, થઈ શકે છે ધરપકડ

જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેનની મુશ્કેલીઓ વધી રહી છે. દિલ્હી પોલીસની સાથે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની એક ટીમ આજે સવારે તારીખ 29 જાન્યુઆરી સોમવારના હેમંત સોરેનના ઘરે પહોંચી છે. દિલ્હી પોલીસ EDની સાથે દિલ્હીમાં શાંતિ નિકેતન સ્થિત હેમંત સોરેનના ઘરે પહોંચી છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં સીએમ હેમંત સોરેનની જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસને લઈને પૂછપરછ કરવામાં આવશે.

મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તૈનાત
સૂત્રોએ આપેલી માહિતી અનુસાર આ કેસમાં સીએમ હેમંત સોરેનની પણ ધરપકડ કરવામાં આવી શકે છે. અત્યારના માહોલની વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તૈનાત જોવા મળી રહ્યા છે.આ પહેલા પણ EDએ સીએમ હેમંત સોરેનને 9 વખત પૂછપરછ માટે સમન્સ જારી કર્યું હતું જેમાં હેમંત સોરેને સમન્સમાં હાજરી આપવાનો ઈન્કાર કર્યો હતો. હેમંત સોરેનની અગાઉ પણ પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તારીખ 29 અથવા 31 જાન્યુઆરીએ હાજર થવા જણાવ્યું હતું. એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો તે હાજર નહીં થાય તો EDની ટીમ પોતે તેની પૂછપરછ કરવા પહોંચશે.

આ પણ વાચો: નીતિશ કુમારે સાંસદોને બોલાવ્યા નિવાસસ્થાને, 12 વાગ્યાથી યોજાશે મોટી બેઠક

શું છે સમગ્ર મામલો?
EDએ રાંચીમાં સેના દ્વારા કબજે કરેલી 4.55 એકર જમીનની ગેરકાયદેસર ખરીદી અને વેચાણનો પર્દાફાશ કર્યો હતો. કેન્દ્રીય એજન્સીએ આ કેસમાં રાંચીના બડગઈ વિસ્તારના રેવન્યુ સબ ઈન્સ્પેક્ટર ભાનુ પ્રતાપ પ્રસાદની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન મોટી માત્રામાં સરકારી દસ્તાવેજો અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા. EDએ આ દસ્તાવેજોની તપાસ અને તેનાથી સંબંધિત તથ્યોની ચકાસણીને લઈને હેમંત સોરેનની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સાથે EDએ પ્રદીપ બાગચી, વિષ્ણુ કુમાર અગ્રવાલ, ભાનુ પ્રતાપ પ્રસાદની પણ તપાસ કરવામાં આવી હતી. આ કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ EDએ અત્યાર સુધીમાં 14 આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાચો: NDAની આજથી કેરળમાં એક મહિનાની ‘ભારત જોડો યાત્રા’