January 23, 2025

Pakistanને હરાવીને આ ભારતીય ખેલાડીને મળ્યો ખાસ મેડલ

T20 World Cup 2024માં ભારતીય ટીમે પાકિસ્તાની ટીમને 6 રનથી હરાવી દીધું છે. ભારતની ટીમ ખાલી 119 રન જ બનાવી શકી હતી. ખાસ વાત તો એ છે કે ટીમ પૂરી 20 ઓવર પણ રમી શકી નહોતી. એવું લાગી રહ્યું હતું કે પાકિસ્તાનની ટીમ જીતી જશે. પરંતુ આખરે ભારતની જીત થઈ હતી.

આ ખેલાડીને એવોર્ડ મળ્યો છે
ભારતીય ડ્રેસિંગ રૂમમાં T20 વર્લ્ડ કપની દરેક મેચ બાદ મેચમાં શ્રેષ્ઠ ફિલ્ડિંગ કરનાર ખેલાડીને મેડલ આપવામાં આવે છે. BCCI દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ફિલ્ડિંગ કોચ દિલીપ પાકિસ્તાન વિરુદ્ધ ખેલાડીઓના પ્રદર્શન વિશે વાત કરી રહ્યા છે. તમામ ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતુ. ફિલ્ડિંગ કોચ દિલીપે ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીને મેડલ આપવા માટે બોલાવ્યા હતા. રિષભ પંતે પાકિસ્તાન સામે શાનદાર ફિલ્ડિંગ કરી હતી. ઈમાદ વસીમ અને ફખર ઝમાન, અને શાદાબ ખાનનો કેચ પકડ્યો હતો. ગઈ કાલની મેચમાં તેના કારણે જ ભારતીય ટીમ 100 પ્લસ રનનો આંકડો પાર કરી શકી હતી. પંત સિવાય કોઈ ખેલાડી સારું પ્રદર્શન કરી શક્યો નહોતો.