DD ન્યૂઝના લોગોનો રંગ બદલવા પર વિપક્ષે BJP પર નિશાન સાધ્યું
અમદાવાદ: પબ્લિક બ્રોડકાસ્ટર દૂરદર્શનના લોગોનો રંગ બદલાઈ જવાને લઈને રાજકારણ ગરમાયું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી બાદ તમિલનાડૂના મુખ્યમંત્રી અને દ્રવિડ મુનેત્ર કષગમના અધ્યક્ષ એમ કે સ્ટારલિને દુરદર્શનના લોકોને લાલ બાદ નારંગી રંગ કરવા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, આ લોગોના રંગમાં બદલાવ એ દરેક વસ્તુમાં ભગવાકરણ કરવાની BJPનું ષડયંત્ર છે.
‘લોગો’માં ફેરફાર અંગે સ્ટારલિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ દ્વારા કહ્યું કે, દૂરદર્શન ‘કેસરથી કલંકિત’ થઈ ગયું છે. ભાજપ દરેક વસ્તુને ભગવા કરવાનું કાવતરું કરી રહી છે. 2024ની લોકસભા ચૂંટણીના પરિણામોમાં જનતા આવા ફાસીવાદ સામે ઉભી જોવા મળશે.
உலகப் பொதுமறை தந்த வள்ளுவருக்குக் காவிச்சாயம் பூசினார்கள்;
தமிழ்நாட்டின் ஆளுமைகளின் சிலைகள் மீது காவி பெயிண்ட் ஊற்றி அவமானப்படுத்தினார்கள்;
வானொலி என்ற தூய தமிழ்ப் பெயரை ஆகாஷவாணி என சமஸ்கிருதமயமாக்கினார்கள்;
பொதிகை என்ற அழகிய தமிழ்ச் சொல்லையும் நீக்கினார்கள்;
தற்போது… pic.twitter.com/o0JU8oEaYE
— M.K.Stalin (@mkstalin) April 21, 2024
સંત કવિ તિરુવલ્લુવરનો કર્યો ઉલ્લેખ
સ્ટારલિને કહ્યું કે, પ્રથમ તમિલ સંત કવિ તિરુવલ્લુવરને “ભગવો” કરવામાં આવ્યો હતો. તમિલનાડુના મહાન નેતાઓની મૂર્તિઓને પણ ભગવો રંગ લગાવવામાં આવ્યો.
મમતા બેનર્જીએ કર્યા સવાલો
નોંધનીય છે કે, 21 એપ્રિલ શનિવારના રોજ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દૂરદર્શનના લોગોના રંગમાં ફેરફાર પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો છે કે દેશમાં ભગવાવાદ ઉભો કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. શનિવારે સાંજે સોશિયલ મીડિયા પર દૂરદર્શનનો લોગો શેર કરતાં મમતા બેનર્જીએ લખ્યું, “દેશભરમાં જ્યારે રાષ્ટ્રીય ચૂંટણીઓ યોજાઈ રહી છે, ત્યારે અમારા દૂરદર્શનના લોગોના અચાનક ભગવાકરણ અને રંગ બદલાવાથી હું ચોંકી ગઈ છું! આ તદ્દન અનૈતિક, સંપૂર્ણપણે ગેરકાયદેસર છે.
I am shocked at the sudden saffronisation and change of colour of our Doordarshan logo when the national elections are taking place across the country! It is absolutely unethical, grossly illegal, and speaks loudly of the pro-BJP bias of the national public broadcaster!
How… pic.twitter.com/3JnfDhR3Ca
— Mamata Banerjee (@MamataOfficial) April 20, 2024