January 23, 2025

One Nation One Election: PM મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પાઠવ્યા અભિનંદન

ફાઇલ ફોટો

One Nation One Election: PM નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે કેબિનેટે વન નેશન-વન ઇલેક્શન પર ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા કરવામાં આવેલી ભલામણોને સ્વીકારી લીધી છે. તેમણે આ પહેલનું નેતૃત્વ કરવા અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન વિવિધ પક્ષોની સલાહ લેવા માટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદના નેતૃત્વની પ્રશંસા કરી. PMએ કહ્યું, આપણી લોકશાહીને વધુ ગતિશીલ અને સહભાગી બનાવવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.

અમિત શાહે આ વાત કહી
તે જ સમયે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કેન્દ્રીય કેબિનેટ દ્વારા ‘વન નેશન-વન ઇલેક્શન’ પર ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોને સ્વીકારવાને ઐતિહાસિક ચૂંટણીને સુધારા તરફનું ‘મોટું પગલું’ ગણાવ્યું અને કહ્યું કે તે લોકશાહીને મજબૂત કરવા અને આર્થિક વિકાસને વેગ આપવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઇચ્છાશક્તિ દર્શાવે છે.

કેબિનેટે ‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો
નોંધનીય છે કે, કેન્દ્રીય કેબિનેટે બુધવારે ‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવ પર કોવિંદ સમિતિની ભલામણોને સ્વીકારી લીધી છે. આ મુદ્દે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિનો અહેવાલ બુધવારે કેન્દ્રીય કેબિનેટ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા માર્ચમાં રિપોર્ટ સોંપ્યો હતો.

આ રિપોર્ટને કેબિનેટ સમક્ષ મૂકવો એ કાયદા મંત્રાલયના 100 દિવસના એજન્ડાનો એક ભાગ હતો. ઉચ્ચ સ્તરીય સમિતિએ પ્રથમ પગલા તરીકે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજવાની અને પછી 100 દિવસમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજવાની ભલામણ કરી છે. સમિતિએ તેના દ્વારા કરાયેલી ભલામણોના અમલીકરણ પર વિચારણા કરવા માટે એક ‘અમલીકરણ જૂથ’ની રચના કરવાની પણ દરખાસ્ત કરી છે.