January 23, 2025

હવે પિન વગર પણ કરી શકશો Paytm પેમેન્ટ, જાણો કેવી રીતે?

Paytm UPI Lite Wallet : જ્યારે પણ આપણે Paytm દ્વારા UPI પેમેન્ટ કરીએ છીએ ત્યારે આપણે પિન દાખલ કરવો પડે છે અને વારંવાર પિન દાખલ કરવાથી પણ પરેશાન થઈએ છીએ. આવી સ્થિતિમાં, Paytm એ યુઝર્સના કામને સરળ બનાવવા માટે PIN સિસ્ટમ હટાવવાનો નિર્ણય લીધો છે. ખરેખરમાં UPI Lite દ્વારા આપણે PIN વગર પેમેન્ટ કરી શકીએ છીએ.

Paytm UPI Lite Wallet એ ઝડપી સુરક્ષિત ચુકવણી કરવાની રીત છે. 13 મેના રોજ એક અખબારી યાદીમાં Paytmએ જણાવ્યું હતું કે આના દ્વારા ચુકવણી નિષ્ફળ થવાની શક્યતાઓ ઘટી જાય છે. તમે દિવસમાં બે વાર આ વોલેટમાં 2000 રૂપિયા ઉમેરી શકો છો. આ સેવા નાની ચૂકવણી માટે ફાયદાકારક રહેશે. UPI Lite Wallet કરિયાણા, પાર્કિંગની ચૂકવણી અને અન્ય ઘણી નાની ચુકવણીઓ માટે ઉત્તમ વિકલ્પ બની શકે છે.

કેવી રીતે વાપરવું

  • જો તમે પણ UPI Lite Wallet કરવા માંગો છો તો તમારે આ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.
  • Paytm એપ પર જાઓ અને હોમપેજ પર ‘UPI Lite Activate’ આઇકોન પર ક્લિક કરો.
  • તમે UPI Lite સાથે ઉપયોગ કરવા માંગો છો તે બેંક એકાઉન્ટ પસંદ કરો.
  • ચુકવણી શરૂ કરવા માટે તમે UPI લાઇટમાં ઉમેરવા માંગો છો તે રકમ દાખલ કરો.
  • તમારું UPI Lite એકાઉન્ટ બનાવવા માટે MPIN રજીસ્ટર કરો
  • સામાન્ય UPI પેમેન્ટ એપની જેમ તમે UPI Lite Wallet નો ઉપયોગ કરી શકો છો જે કોઈપણ વેપારી સાથે પેમેન્ટ કરવાની સુવિધા પ્રદાન કરશે.
  • Paytm એ કહ્યું કે UPI Lite Wallet નો ઉપયોગ કરીને તમે Axis Bank, HDFC બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને યસ બેંકની મદદથી કોઈપણ UPI QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરી શકો છો.

તેનો હેતુ શું છે
દેશની મોટી વસ્તી Paytmનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં લોકોને મહત્તમ સુવિધાઓ મળી શકે છે. તેથી કંપની UPI ના લાઇટ વર્ઝનને પ્રમોટ કરવા માંગે છે કંપની દાવો કરે છે કે UPI Lite ઓછા નેટવર્કમાં પણ સફળતાપૂર્વક ચુકવણી કરવામાં સક્ષમ છે.