December 23, 2024

હવે UPIથી રોકડા પૈસા જમા કરી શકાશે, RBIએ કરી મોટી જાહેરાત

અમદાવાદ: જો તમે પણ કેસ ડિપોઝિટ કરવા માટે ATM જઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. થોડા જ સમયમાં કેશ ડિપોઝિટ મશીનમાં પૈસા જમા કરવા માટે તમારે ડેબિટ કે ક્રેડિટ કાર્ડની જરૂરી નહીં રહે. ભારતીય રિઝર્વ બેંકના શક્તિકાંત દાસે કહ્યું કે, RBI જલ્દી જ UPIમાં કેશ ડિપોઝિટ મશીનમાં પૈસા જમા કરવાની સુવિધા શરૂ કરવામાં આવશે. ગવર્નરે આ જાહેરાત મોનેટરી પોલિસીની મિટિગ સમયે કરી છે. હાલ, એટીએમ મશીનમાં UPIથી કેશ કાઢવાની સુવિધા ઉપલબ્ધ છે. હવે તમે કોઈ પણ એટીએમમાં જઈને કાર્ડલેસ સુવિધાનો ઉપયોગ કરીને UPIમાંથી પૈસા કાઢી શકો છો.

સુવિધા ક્યારે શરૂ થશે?
આરબીઆઈએ ટૂંક સમયમાં કેશ ડિપોઝીટ મશીનમાં પૈસા જમા કરાવવાની સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે. જોકે, આ સુવિધા ક્યારે શરૂ થશે? આ માટે કોઈ નિશ્ચિત તારીખ આપવામાં આવી નથી.

આ પણ વાંચો: CID ક્રાઇમે રોકાણના નામે કૌભાંડ આચરનાર આરોપીની કરી ધરપકડ

RBIના જણાવ્યા અનુસાર, એક તરફ બેંકોના કેશ ડિપોઝીટ મશીનના ઉપયોગથી ગ્રાહકોની સુવિધામાં વધારો થયો છે. તે જ સમયે, બેંકમાં રોકડ જમા કરાવવાનું દબાણ ઓછું થયું છે. હવે UPIની લોકપ્રિયતા અને સ્વીકાર્યતાને ધ્યાનમાં રાખીને, કાર્ડ વિના રોકડ જમા કરવાની સુવિધા શરૂ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. વધુમાં ત્રીજા પક્ષ UPI એપ્સ (એપ્સ જેમ કે ગૂગલ પે, ફોન પે) ને PPI (પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ) વોલેટ્સમાંથી UPI ચૂકવણી કરવાની મંજૂરી આપવાનો પણ પ્રસ્તાવ છે.

ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને પ્રોત્સાહન મળશે
હાલમાં PPI મારફતે UPI ચૂકવણી ફક્ત PPI કાર્ડ રજૂકર્તા દ્વારા પ્રદાન કરવામાં આવેલી વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને કરી શકાય છે. દાસે નિવેદનમાં જણાવ્યું હતું કે, આ PPI કાર્ડ ધારકોને બેંક ખાતાધારકોની જેમ UPI ચુકવણી કરવામાં મદદ કરશે. આનાથી ગ્રાહકો માટે વસ્તુઓ સરળ બનશે અને નાની રકમના વ્યવહારો માટે ડિજિટલ માધ્યમોને પ્રોત્સાહન મળશે. હું ટૂંક સમયમાં માર્ગદર્શિકા જારી કરીશ.

RBI રિટેલ રોકાણકારો માટે એપ લોન્ચ કરશે
RBI ગવર્નરે આપેલા ભાષણમાં કહેવામાં આવ્યું હતું કે આરબીઆઈ ટૂંક સમયમાં રીટેલ ડાયરેક્ટ માટે એપ લોન્ચ કરશે. આના દ્વારા રોકાણકારો આરબીઆઈ સાથે સીધા સરકારી સિક્યોરિટીઝમાં સરળતાથી રોકાણ કરી શકે છે. હાલમાં, તમે આરબીઆઈ પોર્ટલ દ્વારા સરકારી સિક્યોરિટીઝમાં સીધા રોકાણ કરવા માટે કેન્દ્રીય બેંકમાં ખાતું ખોલી શકો છો.