January 13, 2025

સાણંદના ચેખલામાં NIAના દરોડા, આદિલ આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદનો સભ્ય

Sanand: આજે વહેલી સવારથી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ આતંકવાદી ફંડિંગ કેસમાં જમ્મુ-કાશ્મીર, આસામ, મહારાષ્ટ્ર, યુપી અને ગુજરાત સહિત અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા. ત્યારે હવે સાણંદના ચેખલામાં NIAએ દરોડા પાડ્યા છે.

મળતી માહિતી અનુસાર, સાણંદના ચેખલામાં આદિલ વેપારીને ત્યાં દરોડા NIAએ દરોડા પાડ્યા છે. આદિલ મદરેસામાં કામ કરે છે. આ સિવાય એવું પણ સામે આવ્યું છે કે, આદિલ આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદનો સભ્ય છે. ઉલ્લેખનીયે છે કે, અધિકારીઓએ જણાવ્યું છે કે NIAએ જમ્મુ અને કાશ્મીરમાં બારામુલ્લા, રિયાસી, બડગામ અને અનંતનાગ જિલ્લા સહિત અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. તેમણે કહ્યું કે આતંકવાદી ફંડિંગ કેસમાં કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર સહિત 4 રાજ્યોમાં 19 સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ સિવાય તેમણે કહ્યું કે “દરોડ ચાલુ છે અને વધુ માહિતી શેર કરવામાં આવશે,”

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીર, ગુજરાત સહિત 4 રાજ્યોમાં NIAના ધામા, 19 જગ્યાએ કર્યા દરોડા