સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લૉન્ચ કરાઇ
ગાંધીનગર: પાટનગર ગાંધીનગર ખાતે આયોજિત એક ખાસ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લૉન્ચ કરવામાં આવી. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે સાથે ઉદ્યોગમંત્રી બળવંત સિંહ રાજપૂત પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ સંબોધન કરતાં ટેક્સટાઇલ ક્ષેત્રે થઈ રહેલા કાર્યો ગણાવ્યા હતા.
કાર્યક્રમમાં સંબોધન કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે વિકાસ સપ્તાહ ની ઉજવણી ચાલી રહી છે. આજે ઉધોગ સાહસિકતા દિવસની ઉજવણી ચાલી રહી છે. આ સપ્તાહ આપના ગુજરાતી ઓ માટે ખરા અર્થમાં મહત્વનું છે.
2001 થી આપણી સંઘર્ષ ભરતી યાત્રા આજે વિકાસની યાત્રા બની ગઈ છે. આપણું GDP ગ્રોથ આગળ રહ્યું છે. નેશનલ GDP કરતા હમેશા આપના ગુજરાતનું GDP ગ્રોથ આગળ રહ્યું છે. છેલ્લા 20 વર્ષમાં સૌથી વધુ રોજગારી આપી છે. 2047નું સ્વપ્ન સાકાર કરતી પોલિસી આજે જાહેર કરશે. ગુજરાત રાજ્યની 33 ટકા ભાગીદારી એક્સપોર્ટ કરવામાં છે. આવનારી પેઢી ને સારું રિર્ટન મળે તેવું ઇન્વેસ્ટ મળે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.
તો કાર્યક્રમમાં સંબોધન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ટેકસટાઇલ સાથે જોડાયેલા ખુશ લાગે છે હવે. 7 ઓક્ટોબર 2001 થી ગુજરાત વિકાસની કરવટ બદલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસનું રોલ મોડલ બનાવ્યું. આજે સુશાસનના 23 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. 7 ઓક્ટોબર થી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ ઉજવણી કરાઈ છે. 5500 જેટલા ઉધોગોને 1100 કરોડના પ્રોત્સાન રકમ આપવામાં આવી.
વધુમાં સીએમ પટેલે જણાવ્યું કે એક સમયે અમદાવાદ પૂર્વનું માન્ચેસ્ટર કહેવાતું હતું. પરતું, ત્યારબાદ ટેક્સટાઇલ પર ભાર મુકાયો ન હતો. પરતું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમને ટેક્સટાઇલ ક્ષેત્રે કામ કર્યું. રાજ્યમાં કોટન ઉધોગ માટે પણ અનેક પોલિસી લાવ્યા. 2019માં ગાર્મેન્ટની નવી પોલિસી જાહેર કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનમાં કાપડ ઉધોગને નવી એક દિશા મળી છે. આ પોલિસીમાં ગુજરાત ટેક્સટાઇલ માં પ્રથમ નંબરે આવે તેવું ધ્યાન આપ્યું છે. સ્વ સહાય જુથની મહિલાઓને વધુ આર્થિક સહાય થાય તેવું ખાસ ધ્યાન આ પોલિસીમાં રાખવામાં આવ્યું છે.