January 17, 2025

પાકિસ્તાન ક્રિકેટ ટીમના નવા કેપ્ટનની જાહેરાત!

પાકિસ્તાન: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શાહીન આફ્રિદી પાસેથી કેપ્ટનશીપ છીનવી લીધી હોવાનું સામે આવ્યું છે. જેમાં હવે પીસીબીના અધ્યક્ષ મોહસીન નકવીએ નવા કેપ્ટનની જાહેરાત પણ કરી દીધી છે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમનો નવો કેપ્ટન
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે નવા કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. વર્લ્ડ કપ 2023 બાદ પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમે ત્રણેય ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી દીધી હતી. ત્યાર બાદ શાન મસૂદને ટેસ્ટ અને શાહીન આફ્રિદીને T20 ફોર્મેટની જવાબદારી સોંપવામાં આવી છે. હાલ તો શાહીદ આફ્રિદીને કેપ્ટન્સીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. આ સાથે જ પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડે નવા કેપ્ટનની પણ જાહેરાત કરી દીધી છે.

પાકિસ્તાને નવા કેપ્ટનની જાહેરાત કરી
PCBના અધ્યક્ષ મોહસિન નકવીએ ફરી એકવાર બાબર આઝમને પાકિસ્તાન ટીમનો કેપ્ટન બનાવ્યો છે. પાકિસ્તાન ક્રિકેટે સોશિયલ મીડિયાના માધ્યમથી આ માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે શાહીન આફ્રિદીને માત્ર એક જ શ્રેણીમાં પાકિસ્તાની ટીમની કેપ્ટનશિપ કરવાની તક મળી છે. અચાનક આ સમાચાર સામે આવતાની સાથે પાકિસ્તાનના ક્રિકેટ ચાહકોને ઝટકો લાગ્યો છે.

આ પણ વાંચો: એક વર્ષ પછી વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર આમનેસામને

કેપ્ટન તરીકે બાબરનો રેકોર્ડ
ODI ટીમની કમાન બાબર આઝમે લગભગ ચાર વર્ષ પહેલા મે 2020માં સંભાળી હતી. તેની કમાન હેઠળ 78 મેચ જીતી હતી અને 44 વાર તેની કમાન હેઠળ હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. T-20 ફોર્મેટમાં તેણે 71 માંથી 42 મેચ જીતી છે. હવે જોવાનું રહ્યું કે ફરીથી તેમને કમાન સોંપવામાં આવી છે તો આવનારી મેચમાં કેવું પ્રદર્શન કરશે અને કેવી રીતે સંભાળશે પોતાની ટીમને તે હવે જોવાનું રહ્યું.