May 20, 2024

રોહન બોપન્નાએ ફરી રચ્યો ઈતિહાસ! 26મું મેન્સ ડબલ્સ ટાઇટલ જીત્યું

અમદાવાદ: ભારતના દિગ્ગજ ટેનિસ ખેલાડી રોહન બોપન્નાએ ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. મેથ્યુ એબ્ડોન અને મિયામી ઓપને સાથે મળીને મેન્સ ડબલ્સ ટાઇટલ જીત્યું છે. તે 1000 ટાઈટલ જીતનાર સૌથી વૃદ્ધ ખેલાડી બની ગયો છે.

ટાઈટલમાં જીત મેળવી
બોપન્નાની કારકિર્દીનું આ 26મું મેન્સ ડબલ્સ ટાઇટલ છે. પંરતુ આ વખતે પ્રથમ વખત તેણે મિયામી ઓપનનો ખિતાબ જીત્યો છે. ફાઈનલ મેચમાં પ્રથમ સેટ ગુમાવી દીધો હતો. ત્યારબાદ બોપન્ના અને એબ્ડેનની જોડીએ જોરદાર વાપસી કરી દીધી હતી. ફાઈનલ મેચમાં બોપન્ના અને એબ્ડેને ક્રોએશિયાના ઈવાન ડોડિગ અને અમેરિકાના ઓસ્ટિન ક્રાજીસેકને 6-7 (3), 6-3, 10-6થી હરાવ્યો હતો.

આ પણ વાંચો:  કોણ છે મયંક યાદવ? IPLમાં માત્ર આટલા લાખમાં ખરીદવામાં આવ્યો

પ્રથમ વખત જીત
તેણે છઠ્ઠી વખત એટીપી માસ્ટર્સ જીત્યું છે. બોપન્નાએ 2011માં પાકિસ્તાનના ઈસમ-ઉ-હક-કુરેશી સાથે પહેલી જીત પ્રાપ્ત કરી હતી. બોપન્નાએ 2012માં પેરિસ, 2015માં મેડ્રિડ, 2017માં મોન્ટે કાર્લો અને 2023માં ઈન્ડિયન વેલ્સ માસ્ટર્સ જીતી હતી. આ પહેલા આજ વર્ષના ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આજની જીત બાદ તે 43 વર્ષની ઉંમરે ઓસ્ટ્રેલિયન ઓપન જીતનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે. રોહન બોપન્નાએ મિક્સ ડબલ્સમાં 2017માં ફ્રેન્ચ ઓપન 2017 ડબલ્સ વિનર ટાઇટલ જીત્યું હતું.