January 23, 2025

મુંબઈ ઈન્ડિયન્સે જીત સાથે બનાવ્યો શાનદાર રેકોર્ડ!

IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આખરે જીતનું ખાતું ખોલ્યું છે. જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સની ટીમે નવો રેકોર્ડ પણ બનાવી દીધો છે. મુંબઈ ઈન્ડિયન્સે જે કરી બતાવ્યું તે અત્યાર સુધી KKR અને CSKની ટીમ પણ કરી શક્યું નથી.

મુંબઈ ઈન્ડિયન્સની જીત
ગઈ કાલની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની જીત થઈ હતી. આ સાથે જ ટીમે નવો રેકોર્ડ પણ બનાવી દીધો હતો. વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સની આ 50મી આઈપીએલ જીત છે. મુંબઈની ટીમ જે કરી બતાવ્યું તે આજ દિન સુધી કોઈ ટીમે કર્યું નથી. મુંબઈની ટીમ પહેલી એવી ટીમ બની છે કે જે પોતાના હોમ ગ્રાઉન્ડ પર આટલી બધી મેચો જીતવામાં સફળ રહી હોય. 50 જીતની સાથે સુપર ઓવરની જીતનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો:  કેએલ રાહુલે જીતનો શ્રેય કોને આપ્યો? વીડિયો વાયરલ

આ પછી KKR અને CSKનો નંબર
આ રેકોર્ડના મામલે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ બીજા સ્થાન પર છે. કોલકાતાની ટીમ તેના હોમ ગ્રાઉન્ડ પર ટોટલ 48 મેચ જીતી છે. રાજસ્થાન રોયલ્સ એટલે કે આરઆર ટીમે જયપુરમાં તેના ઘર સવાઈમાન સિંહ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 36 મેચ જીતી છે. મુંબઈની ટીમ આખરે આઈપીએલમાં પ્રથમ જીત મળી છે. આ જીત સાથે મુંબઈની ટીમને જીવમાં જીવ આવ્યો છે. પોઈન્ટ ટેબલમાં તે છેલ્લા સ્થાન પર હતું. પરંતુ ગઈ કાલની મેચમાં જીત મળતાની સાથે તે 8માં સ્થાન પર પહોંચી ગઈ છે.