January 23, 2025

એમએસ ધોનીએ વિરાટ સાથેના સંબંધો વિશે ખુલીને કરી વાત

MS Dhoni VS Virat Kohli: ભારતીય ક્રિકેટના બે મહાન ખેલાડીઓ એમએસ ધોની અને વિરાટ કોહલી વચ્ચેના સંબંધો હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. બંને વચ્ચેની મિત્રતા મેદાનમાં તો જોવા મળે છે. પરંતુ મેદાન બહાર પણ જોવા મળે છે. ધોની અને કોહલી લાંબા સમય સુધી ભારતીય ટીમ માટે સાથે રમ્યા છે. બંને ખેલાડીઓએ શાનદાર કપતાની કરી છે. એમએસ ધોનીએ વિરાટ કોહલી સાથેના સંબંધોને લઈને મોટું નિવેદન આપ્યું છે. જેનો વીડિયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ધોનીએ વિરાટ કોહલી વિશે આ વાત કહી
ધોની અને કોહલીની ક્રિકેટ કારકિર્દી વર્ષ 2008-09ની છે. ધોની જ્યારે કપ્તાની કરી રહ્યો હતો ત્યારે કોહલી એક ઉભરતા ખેલાડી તરીકે બહાર આવ્યો હતો. ધોનીની કપ્તાની હેઠળ કોહલીએ પોતાની રમતમાં ઘણો સુધારો કર્યો હતો. તેણે પોતાની મહેનતથી ટૂંક સમયમાં જ વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં પોતાનું સ્થાન બનાવી લીધું હતું. ભારતે 2011 ODI વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી પ્રાપ્ત કરી હતી. આ સમયે કોહલીનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. વર્ષ 2014માં ધોનીએ ટેસ્ટ ટીમની કપ્તાની કોહલીને સોંપી હતી. ત્યારબાદ વર્ષ 2017માં તમામ ફોર્મેટની જવાબદારી પણ તેના ખભા પર આવી ગઈ હતી.

આ પણ વાંચો: 9 વર્ષ બાદ નિકોલસ પૂરને 8 મહિનામાં તોડ્યો ગેલનો આ રેકોર્ડ

શું કોહલી આ સિરીઝમાં રમતા જોવા મળશે?
ધોની અને કોહલીએ ભારતીય ક્રિકેટને ઘણી એવી યાદો આપી છે તે ક્યારે પણ ક્રિકેટ ચાહકો ભૂલી નહીં શકે. ક્રિકેટ માટેની તેમની રણનીતિઓ હજૂ પણ લોકો યાદ કરે છે. કોહલીએ T20 વર્લ્ડ કપ 2024માં ભારતને ટાઇટલ જીતાડવામાં ખાસ ભૂમિકા ભજવી હતી. જે બાદ તેણે T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધી હતી. હવે કોહલી આવતા મહિને બાંગ્લાદેશ સામેની હોમ ટેસ્ટ સિરીઝ રમશે.