IPL 2024: MS ધોની બનાવશે આ મોટો રેકોર્ડ
IPL 2024: આજે મુંબઈ અને ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાનાર મેચ એમએસ ધોની માટે ખૂબ ખાસ અને મહત્વની રહેવાની છે. આ મેચમાં ધોની પોતાના નામે મોટો રેકોર્ડ બનાવી શકે છે. આ રેકોર્ડ એવો છે કે જે રેકોર્ડમાં માત્ર સુરેશ રૈનાનું નામ જ છે.
બીજો ખેલાડી બની જશે
એમએસ ધોની 2008થી ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે છે. તે CSK માટે અત્યાર સુધીમાં 249 મેચ રમી છે. જેમાં તેણે 4996 રન બનાવી દીધા છે. તમને જણાવી દઈએ કે તે માત્ર 4 રન દૂર છે કે જે બનતાની સાથે તે 5000 રન બનાવી દેશે. આ 4 રન બનતાની સાથે તે CSK માટે આવું કરનાર બીજો ખેલાડી બની જશે. આ પહેલા સુરેશ રૈનાએ આ કારનામું કર્યું હતું. રૈનાએ CSK માટે 5529 રન બનાવ્યા હતા. CSK માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની વાત કરવામાં આવે તો સુરેશ રૈના – 5529 રન , એમએસ ધોની – 4996 રન, ફાફ ડુ પ્લેસિસ – 2932 રન, માઈકલ હસી – 2213 રન, મુરલી વિજય – 2205 રન બનાવ્યા છે. આઈપીએલમાં ધોની અત્યાર સુધીમાં કુલ 255 મેચ રમી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન તેણે 39.09ની એવરેજથી 5121 રન બનાવ્યા છે. મહત્વની વાત એ છે કે ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 5 વખત આઈપીએલનો ખિતાબ જીત્યો હતો.
આ પણ વાંચો: બેટિંગ દરમિયાન રોહિત શર્માને હેરાન કરતો જોવા મળ્યો વિરાટ કોહલી!
પોઈન્ટ ટેબલની સ્થિતિ
IPL 2024 ની 29મી મેચમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમો આમને સામને ટકરાશે. જે મુંબઈમાં રમાવાની છે. CSK ટીમ 5 મેચમાં 3 જીત સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર પહોંચી ગઈ છે. વાનખેડેમાં આજની મેચ જોરદાર રહેશે. આ મેદાનની ખાસ વાત એ છે કે બેટ્સમેનનું ખાસ પ્રદર્શન જોવા મળી શકે છે. જે ટીમ ટોસ જીતશે તે બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે.