December 24, 2024

MS Dhoniના વીડિયોએ સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ

MS Dhoni: ધોનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોઈ શકાય છે કે તે પોતાના મિત્રની બર્થડે પાર્ટીમાં જૂના મિત્રો સાથે છે. લોકો આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. IPL 2024 ખતમ થયા બાદ ધોની તરત જ રાંચી જવા રવાના થઈ ગયો હતો. જે બાદ પણ બાઇક ચલાવતો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. હવે ફરી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે.

ધોનીની ચર્ચા
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની જ્યારે મેદાન પર હોય છે, ત્યારે પણ ચર્ચા થાય છે. જ્યારે તેઓ મેદાનની બહાર હોય છે ત્યારે પણ તે ક્રિકેટ ચાહકોના ચર્ચાનો મુદો બનીને રહે છે. તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે તેના મિત્રના ઘરે જન્મદિવસની પાર્ટી માટે પહોંચી છે. આ પાર્ટીમાં તેના જૂના મિત્રો હતા. મહેન્દ્ર સિંહ ધોની IPL ખતમ થયા બાદ તરત જ રાંચી જતો રહ્યો હતો. આ સમયે તે બાઇકની મજા માણતા નજરે પડ્યો હતો. તે વીડિયો પણ વાયરલ થયો હતો.

આ પણ વાંચો: IND vs BAN: શું વરસાદ ભારત-બાંગ્લાદેશ મેચની મજા બગાડશે?

વીડિયો કર્યો શેર
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ફાધર્સ ડે હતો. તે દિવસે ધોનીની દીકરીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેના પિતા એટલે કે ધોની તેના ફાર્મ હાઉસમાં તેના કૂતરા સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો.