December 21, 2024

મોબાઈલ ફોનના વ્યસનને લઈને નિષ્ણાતોએ કર્યો ચોંકાવનારો દાવો

અમદાવાદ: આજના સમયમાં લોકોને અલગ અલગ પ્રકારના વ્યસન હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે મોબાઈલ ફોનનું વ્યસન પણ કોઈ નશાથી ઓછું નથી. જો તમને પણ વધારે પડતો ફોનનો ઉપયોગ કરો છો તો તમને પણ મોબાઈલનું વ્યસન થઈ ગયું છે તેવું કહી શકાય. આ સાથે મોબાઈલની લતને લઈને ઘણા ચોંકાવનારા દાવા કરવામાં આવ્યા છે. આવો જાણીએ આ તમામ દાવાઓ અમારા આ ખાસ અહેવાલમાં.

સંશોધનમાં દાવો
થોડા સમયમાં થયેલ તાજેતરના એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે મોબાઈલ ફોનનું વ્યસન કોઈ ડ્રગથી ઓછું નથી. જેની આગામી દિવસોમાં વિપરીત અસરો લોકોમાં જોવા મળશે. જેના કારણે તમે જેટલો પણ સમય સક્રીન પર પસાર કરો છો તો તેને ઘટાડી દેવાની જરૂર છે. 2017માં ઈન્ટરનેટ ગેમિંગ ડિસઓર્ડરના નામે પ્રકાશિત થયેલા સંશોધનમાં એક નવું અપડેટ એડ કરવામાં આવ્યું છે. તેનું કારણ ચોંકાવનારું છે. તમને જણાવી દઈએ કે WHOએ પણ આ વિશે ચેતવણી આપવામાં આવી છે. ફોનની અસર સીધી તમારા મગજ પર થાય છે.

શારીરિક સમસ્યાઓ
સંશોધકોનું માનવું છે કે મોબાઈલ ફોનની આદતોએ લોકોને અવળા રસ્તે લગાવ્યા છે. જેમાં ઘણી કુટેવોનો પણ સમાવેશ થાય છે.એમેઝોન ઈન્ડિયાએ થોડા દિવસો પહેલા એક અભ્યાસમાં માહિતી આપતા જણાવ્યું કે વધારે પડતી ફોનની સ્ક્રીન જોવી તે તમારી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંનેમાં અસર થઈ શકે છે. આ અહેવાલ પ્રમાણે મોબાઈલ સ્ક્રીન પર વધુ સમય વિતાવવાથી આંખમાં તાણ, ગરદનનો દુખાવો, કમરનો દુખાવો અને વજન વધવા જેવી શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. જેની તમને તાત્કાલિક કોઈ અસર થતી નથી. લાંબા ગાણાના સમય બાદ તેની અસર જોવા મળે છે.

મગજ પર તેની અસર
ફોનનો વધારે પડ્તો વપરાશ થઈ રહ્યો છે. જેના કારણે સંશોધકોનું માનવું થે કે બાળકોને વધારે નુકશાની થઈ શકે છે. યુવાનોમાં પણ ફોનનો વધારે પડતા યુઝની અસર થઈ શકે છે. સ્ક્રીનના લાંબા સમય સુધી ઉપયોગને કરવામાં આવશે તો લોકોમાં એકલતા, ડિપ્રેશન અને મૂડ સંબંધિત માનસિક વિકૃતિઓ જોવા મળી હતી. થોડા દિવસો પહેલા PM નરેન્દ્ર મોદીએ પરીક્ષાઓ પર તેમની ચર્ચા કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મોબાઈલ ફોનના કારણે થતા નુકશાનની વાત કરી હતી.