May 20, 2024

AI લાવશે વીજળીનું સંકટ!

અમદાવાદ: આજના સમયમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ દિવસે દિવસે વધી રહ્યો છે. AIનો ફાયદો છે તો તેની સામે તેનો ગેરફાયદો પણ છે. આજના સમયમાં વીજળીની કટોકટી મોટા ભાગના રાજ્યોમાં જોવા મળી રહી છે. ત્યારે શું તમને ખબર છે કે AIને કારણે વીજળીની કટોકટી આવી શકે છે? આવો જાણીએ આ તમામ માહિતી આ અહેવાલમાં.

કટોકટીનું કારણ
આજના સમયમાં મોટા ભાગના લોકો AI ટૂલ્સ તરફ વળ્યા છે. જેમાં ChatGPT જેવા ટૂલ્સનો ઉપયોગ કરાઈ રહ્યો છે. આજના યુવાનો ChatGPTનો ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ શું તમને ખબર છે કે AI ટૂલ્સના કારણે પાવર કટોકટીનું કારણ બની શકે છે. એક બાજૂ ઉનાળો આવી રહ્યો છે જેમાં વીજળીનો સૌથી વધારે ઉપયોગ થતો હોય છે. તેમાં પણ હવે એક વિગત સામે આવી છે તે અનુસાર AI ટૂલ્સ આખી દુનિયામાં પાવર કટોકટીનું કારણ બની શકે છે.

કિલોવોટ વીજળી
એક રિપોર્ટમાં આપેલી માહિતી અનુસાર OpenAIનું લોકપ્રિય AI ચેટટૂલ ChatGPT એકલા દર કલાકે 5,000 કિલોવોટ વીજળી વાપરે છે. તમને જણાવી દઈએ કે સરેરાશ વાત કરવામાં આવે તો, ChatGPT સરેરાશ અમેરિકન ઘર કરતાં 17,000 ગણી વધુ વીજળીનો વપરાશ કરે છે. જો હવે AIનો ઉપયોગ વધે છે તો ઉર્જાનો વપરાશ પણ વધી શકે છે. દરેક AI સર્વર પહેલાથી જ યુકેના એક ડઝનથી વધુ ઘરો જેટલી જ વીજળીનો વપરાશ કરી રહ્યું છે, જોકે મોટી ટેક કંપનીઓ એઆઈના કુલ વીજ વપરાશનો અંદાજ લગાવી રહી છે. AI વિશ્વ માટે પડકારરૂપ બની શકે છે.

નોંધપાત્ર હિસ્સાનું પ્રતિનિધિત્વ
AI ચિપ નિર્માતા Nvidia ના ડેટાના આધારે Vries અનુમાન કર્યું છે. જેમાં જણાવામાં આવ્યું છે કે AI સેક્ટર 2027 સુધીમાં વાર્ષિક 85 થી 134 ટેરાવોટ-કલાકનો ઉપયોગ કરી શકે છે. જે સંભવિતપણે 2027 સુધીમાં અડધા ટકા સુધી પહોંચી જશે. જેના કારણે એ વાત અહિંયા એ વાત પણ સ્પષ્ટ છે કે AIનો વપરાશ વધશે તો વિશ્વમાં વીજળીનું સંકટ આવી શકે છે.