January 13, 2025

કટુડા ગામની માઇનોર કેનાલ છેલ્લા 10 વર્ષથી પડતર, ખેડૂતોએ કરી રીપેરીંગ કરવાની માંગ

Farmer Problem: વઢવાણ તાલુકાના કટુડા ગામમાંથી પસાર થતી માઇનોર કેનાલ છેલ્લા આઠ થી દસ વર્ષથી બનાવેલ છે. પરંતુ તેમાં પાણી છોડવામાં આવ્યું નથી. જેને લઇ આ કેનાલ જર્જરીત અને બાવળ ઝાખર ઉગી જવાથી ખેડૂતો આ કેનાલ રીપેરીંગ અને સાફ-સફાઈ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. રવિ પાક જે વાવ્યો છે તેમાં પાણીની અછતના કારણે નુકસાની ના આવે તે માટે ખેડૂતોએ આ કેનાલ રીપેરીંગ કરવા માટે માંગ કરી છે.

ખેડૂતોની હાલત કફોડી બની
સરકાર દ્વારા કેનાલોમાં પાણી છોડવામાં આવે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીની બેદરકારીને લઈ ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે આ રવિ પાકની સિઝન ચાલી રહી છે. જેમાં ખેડૂતોએ ઘઉં ચણા તલ સહિતના રવિ પાકોનું વાવેતર કર્યું છે. ત્યારે વઢવાણ તાલુકાના કટુડા ગામમાંથી પસાર થતી માઇનોર કેનાલ જે કટુડા રાજચરાડી સીતાપુર સહિત પાંચ થી છ ગામને જોડતી આ કેનાલ જર્જરી અને બાવળો ઉગી નીકળ્યા છે.

આ પણ વાંચો: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની સિઝનની રેકોર્ડબ્રેક આવક, ખેડૂતો નિરાશ

રવિ પાકને જીવત દાન
આ કેનાલ સાફ-સફાઈ કરાવી અને રીપેરીંગ કરવામાં આવે અને આ માઇનોર કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ભારે વરસાદને લઈ ચોમાસા દરમિયાન ખેડૂતોએ મોટા પાયે પાકને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે રવિ પાકની સિઝનમાં પણ આ કેનાલ રીપેરીંગ કરી સાફ-સફાઈ કરાવવામાં આવે અને આ કેનાલમાં પાણી છોડવામાં આવે તેવું સ્થાનિક ખેડૂતો આશા સેવી રહ્યા છે. જ્યારે અધિકારીઓ દ્વારા આ કેનાલ આઠથી દસ વર્ષ પહેલા બનાવેલ છે. પરંતુ આ કેનાલમાં પાણી પણ છોડવામાં આવતું નથી. જેને લઈ જર્જરિત અને બાવળ ઉગી ગયા છે. સાફ-સફાઈ પણ કરવામાં ન આવતી હોવાનો આક્ષેપ સ્થાનિક ખેડૂતો કરી રહ્યા છે. જો આ કેનાલ રીપેરીંગ કરી સાફ-સફાઈ કરવામાં આવે અને પાણી છોડવામાં આવે તો ખેડૂતોએ વાવેલ રવિ પાકને જીવત દાન મળે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે.