December 25, 2024

WhatsAppમાં આવી રહ્યા છે 3 પાવરફુલ ફીચર્સ!

અમદાવાદ: આજના સમયમાં મોટા ભાગના લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. ત્યારે વોટ્સએપ પોતાના યુઝર્સ માટે નવા નવા અપડેસ અને ફીચર્સ લાવે છે. ફરી એક વખત 3 પાવરફુલ ફીચર્સ વોટ્સએપમાં આવી રહ્યા છે. જેના થકી તમારા કામ સરળ થઈ જશે. જાણો હવે વોટ્સએપ શું નવું લાવી રહ્યું છે?

ફીચરની કરી જાહેરાત
વોટ્સએપે કરોડો યુઝર્સ માટે એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. જેની જાહેરાત ખુદ Meta CEO માર્ક ઝકરબર્ગે કરી છે. આ નવા ફીચર્સને સર્ચ બાય ડેટ નામ આપવામાં આવ્યું છે. આ ફિચર્સનો ફાયદો એ થશે કે તમે તારીખ સાથે તમે કરેલી વાત શોધી શકો છો. આ સુવિધા મળતાની સાથે લાખો લોકોને ફાયદો થશે. માર્ક ઝકરબર્ગે પોતાની વોટ્સએપ ચેનલ દ્વારા આ નવા ફીચરની જાહેરાત કરી છે.

નવા ફીચર્સનું ટેસ્ટિંગ
આ સિવાય WhatsAppના વધુ બે નવા ફીચર્સનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. માર્ક ઝકરબર્ગે પોતાની વોટ્સએપ ચેનલ દ્વારા આ નવા ફીચરની જાહેરાત કરી છે. વોટ્સએપના આ નવા ફીચરને સર્ચ બાય ડેટ નામ આપવામાં આવ્યું છે. જેમાં યુઝર્સ તારીખ પ્રમાણે કોઈપણ વાતચીતને સર્ચ કરી શકશે. આ સુવિધાથી માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મના લાખો વપરાશકર્તાઓને ફાયદો થશે. જે લોકો જૂની વાતચીત શોધવા માંગે છે તે લોકો તરત શોધી શકે છે. થોડા જ દિવસોમાં આ ફીચર્સ આવી રહ્યું છે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે એન્ડ્રોઈડ યુઝર્સે પહેલા પોતાના ફોનમાં એપ ઓપન કરવાની રહેશે. ત્યારબાદ તમે જે વાતચીત માટે સર્ચ કરવા માંગો છો તેની ચેટ તમારે ખોલવાની રહેશે. તમારે ઉપરના ત્રણ બિંદુઓની બાજુમાં શોધ આઇકોન પર ટેપ કરવાનું રહેશે. ત્યારબાદ એક કેલેન્ડર આઇકોન દેખાશે, ચોક્કસ તારીખ પસંદ કરો જેમાં તમે તારીખ પ્રમાણે ચેટ વાંચી શકો છો.

ખાસ ફીચર્સ આવી રહ્યા છે
આ સિવાય વોટ્સએપ યુઝર્સ માટે બે વધુ પાવરફુલ ફીચર્સ આવી રહ્યા છે. આમાં પોપ-આઉટ ચેટ અને QR કોડ શેરિંગ સુવિધાઓ પણ આવી રહ્યી છે. તમને જણાવી દઈએ કે આ સુવિધા દ્વારા વપરાશકર્તાઓ તેમના PC અથવા લેપટોપમાં મુખ્ય WhatsApp ઇન્ટરફેસથી ચોક્કસ ચેટ વિન્ડોઝને અલગ કરી શકે છે. આ ફીચરમાં યુઝરને મેઈન યુઝર ઈન્ટરફેસમાં સર્ચ આઈકોનની બાજુમાં QR કોડ સ્કેનિંગનું આઈકન તમને મળશે.