December 22, 2024

આ ખેલાડીઓ માટે IPL 2025માં કરોડો રૂપિયાની બોલી લાગશે?

IPL 2025 પહેલા ચાહકો આતુરતાથી મેગા ઓક્શનની રાહ જોઈ રહ્યા છે. આ વખતે તમામ ક્રિકેટ ચાહકો જાણવા માંગે છે કે કયા ભારતીય ખેલાડીને સૌથી વધારે કિંમતની બોલી લાગશે. ખાસ કરીને ભારતીય ખેલાડીઓની ડિમાન્ડ વધારે હોય છે. ઘણા સમયથી ભારતીય ખેલાડીઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. મેગા ઓક્શનમાં આ ભારતીય ખેલાડીઓ માટે કરોડો રૂપિયાની બોલી લાગી શકે છે આવો જાણીએ.

રોહિત શર્મા
લાંબા સમયથી મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હતો. પરંતુ આ વખતે હાર્દિક પંડ્યાને મુંબઈની ટીમની કમાન સોંપવામાં આવી હતી. ભલે તે ટીમનો કપ્તાન ના રહ્યો એમ છતાં તેનું પ્રદર્શન જોરદાર જોવા મળ્યું હતું. નવા કેપ્ટનની શોધમાં હોય તે ફ્રેન્ચાઇઝીસ તેના માટે મોટા પૈસા ખર્ચવા તૈયાર થઈ શકે છે.

KL રાહુલ
લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે 2022માં ટીમની કપ્તાની સંભાળી હતી. જ્યારથી તેણે ટીમની કમાન સંભાળી છે ત્યારથી પ્રથમ બે સિઝનમાં ટીમને પ્લેઓફમાં પહોંચી છે. જોકે, આઈપીએલ 2024માં ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. જે બાદ રાહુલના ભવિષ્ય પર સવાલો ઉભા થઈ રહ્યા છે. KL રાહુલની બેટિંગ ક્ષમતાના કારણે તેની બોલી કરોડમાં હોય શકે છે.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યા ડિવોર્સ બાદ કરી રહ્યો છે ઇન્જોય, ફોટો વાયરલ

હર્ષિત રાણા
કોલકાતા નાઈટ રાઈડર્સના યુવા ઝડપી બોલર હર્ષિત રાણાએ IPL 2024માં જોરદાર પ્રદર્શન કર્યું હતું. 22 વર્ષીય રાણાએ 13 મેચમાં 19 વિકેટ લીધી હતી. ખાસ કરીને સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની ફાઇનલમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. નાઈટ રાઈડર્સ તેના પ્રદર્શનને ધ્યાનમાં લઈને તેને જાળવી શકે છે. પરંતુઅન્ય ફ્રેન્ચાઈઝી પણ તેને પોતાની ટીમમાં સામેલ કરવા માટે બોલી લગાવી શકે છે.